લાઠીના નાના રાજકોટ ગામનો યુવાન આર્મીમાં સિલેક્ટ થયો

  • લાઠીના નાના રાજકોટ ગામનો યુવાન આર્મીમાં સિલેક્ટ થયો
    લાઠીના નાના રાજકોટ ગામનો યુવાન આર્મીમાં સિલેક્ટ થયો

લાઠી તા.14
લાઠી તાલુકાના નાનકડા એવા ગામ નાના રાજકોટનો મયુર અશોકભાઈ મકવાણા નામનો યુવાન ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થતા તેમના ગામના લોકોમાં આજે ખુશી જોવા મળી હતી..આ યુવાન આર્મીમાં સિલેક્ટ થઈને પોતાના ગામમા પરત ફરતા આ યુવાનને ગામમાં લોકો દ્વારા હારતોલા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું...છેલ્લા ઘણા સમયથી આ યુવાન આર્મીમાં જોડવા માટે મહેનત કરી રહ્યો હતો..આ યુવાનને આજે સફળતા મળી છે..ત્યારે ગામના સરપંચ સહિત ગામના આગેવાનોએ આ યુવાનએ કઠિન પરિશ્રમ કરી આર્મીમાં સિલેક્ટ થવા બદલ શાબાસી આપી હતી..અને આ યુવાન આર્મીમાં સિલેક્ટ થતા ગામના લોકો અને આ યુવાનના પરિવાર જનો પણ ગૌરવ અનુભવી રહ્યા છે...તેમજ આ યુવાને આ ગામ તેમજ અન્ય ગામોના યુવાનને આર્મીમાં જોડાવા પ્રેરણા પુરી પાડી રહ્યો છે...