ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક મળી

  •  ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક મળી
    ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક મળી

ખંભાળિયા, તા. 14
ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી "દિશા" ની બેઠક ચેરપર્સન અને સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.
બેઠકની શરૂઆતમાં કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ પુનમબેન માડમને આવકારી ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.પી. વાઘેલાએ ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીના મુદાઓનું વાંચન કર્યું હતું. જેમાં (1) મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ મનરેગા યોજના અંતર્ગત વર્ષ 18-19 દરમયાન 627 પબ્લિક ઓરિન્ટેડ કામો અને 178 વનીકરણ કામો અંગે ચર્ચા કરી હતી. (ર) નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન દ્વારા વિવિધ 1 થી 19 પ્રવૃતિઓના લક્ષ્યાંક નિયત સમય મર્યાદામાં પુર્ણ કરાયા છે. (3) દિન-દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત વર્ષ 16-17 માં આ યોજનાના 522 લાભાર્થીઓને તાલીમ લક્ષ્યાંક માટે ત્રણ સંસ્થાઓને કામ આપવામાં આવ્યું હતું. તે પૈકી નવજીવન ટ્રસ્ટ દ્વારા 176 લભાર્થીઓને તાલીમ આપવામાં આવેલ છે. 30 જુન-2019 અંતિત કોઇ સંસ્થા નકકી થયેલ નથી કે લક્ષ્યાંક અપાયેલ નથી તેમ જણાવ્યું હતું. (4) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પ) નેશનલ સોશ્યલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ (6) પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી દરેકને ઘર) (7) પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) વર્ષ 2019-20ના 583ના લક્ષ્યાંકો પૈકી 300 આવાસ મંજુર કરી 84 લાભાર્થીઓને પ્રથમ હપ્તો ચુકવાઇ ગયેલ છે. ચાલુ નાણાંકિય વર્ષ દરમ્યાન લક્ષ્યાંક પુર્ણ કરવામાં આવશે. (8) સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ) (10) નેશનલ રૂરલ ડ્રીન્કીંગ વોટર પ્રોગ્રામ (11) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ઇન્ટીગ્રેટેડ વોટર શેડ મેનેજમેન્ટ (1ર) ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઇઝેશન (13) દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જયોતિ યોજના (14) શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન- નેશનલ રૂર્બન મિશન (15) નેશનલ હેરીટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના (16) અટલ મિશન ફોર રીજુવીનેસન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, (17) સ્માર્ટ સીટી મિશન (18) પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (19) નેશનલ હેલ્થ મિશન (20) સર્વ શિક્ષા અભિયાન (21) ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવપમેન્ટ સ્કીમ (22) મીડ ડે મીલ સ્કીમ (23) પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના એલપીજી કનેકશન ટુ બીપીએલ ફેમિલીઝ (ર4) પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (25) ડીઝીટલ ઇન્ડીયા પબ્લીક ઇન્ટરનેટ એકસેશ પ્રોગ્રામ પ્રોવાઇડીગ કોમન સર્વિસ સેન્ટર ઇન ઇચ ગ્રામ પંચાયત (26) ઇન્ફાસ્ટ્રકચર રીલેટેડ પ્રોગ્રામ લાઇક ટેલીકોમ રેલ્વેસ, હાઇવેસ, વોટરવેસ, માઇન્સ વગેરે (27) પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના (28) સંકલિત ઉર્જા વિકાસ યોજના (ર9) નોન લેપ્સેબલ કેન્દ્રીય પુલ રિસોર્સ યોજના (30) રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (31) પરંપરાગત કૃષિ વિકાસ યોજના (32) સોઇલ હેલ્થ કાર્ડ યોજના (33) ઇ-રાષ્ટ્રીય કૃષિ બજારો (34) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (35) એકસેલરેટેડ સિંચાઇ લાભ યોજના (36) સ્ત્રાવ વિસ્તાર વિકાસ અને જળ વ્યવસ્થાપન કાર્યક્રમ (37) પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (38) પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ (39) સુગમ્ય ભારત અભિયાન (40) બેટી બચાવો, બેટી પઢાવો (41) રાષ્ટ્રીય ખાધાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ.
સંસદસભ્ય પુમનબેન માડમે "દિશા" બેઠકના જુદા જુદા મુદાઓ વિશે લગત કચેરી/ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી સુચનો કરી જણાવ્યું હતું કે લોક ભાગીદારીથી લોકોને ઇન્વોલ કરી કામો કરવામાં આવશે તો લોકો ઉત્સાહ પુર્વક ભાગ લઇ પુરે પુરો સપોર્ટ કરશે.
સ્વચ્છ ભારત મિશન યોજના અન્વયે તમામ ચીફ ઓફીસરને સફાઇ માટે ખાસ તાકિદ કરી હતી. તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અન્વયે જિલ્લાના તમામ ગામોમાં જાહેર સ્વચ્છતા માટે સામુહિક સૌચાલય, કમ્પોસ્ટ પીટ, શોકપીટ, શેગ્રીગેશન શેડની કામગીરી માટે ગ્રામ્ય વિસ્તારમાં જાહેર સ્વચ્છતા માટે સઘન પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.