અકિલા ધનંજયાની 5 વિકેટ, ગાલે ટેસ્ટના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડનો સ્કોર 203/5

  • અકિલા ધનંજયાની 5 વિકેટ, ગાલે ટેસ્ટના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડનો સ્કોર 203/5
    અકિલા ધનંજયાની 5 વિકેટ, ગાલે ટેસ્ટના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડનો સ્કોર 203/5

નવી દિલ્હીઃ ગાલેમાં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝના પ્રથમ દિવસે વરસાદને કારણે માત્ર 68 ઓવરની રમત શક્ય બની હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિવસની રમતના અંતે યજમાન ટીમે 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. રોસ ટેલર 86 અને મિશેલ સેન્ટનર 8 રન બનાવી ક્રીઝ પર હતા.  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડ માટે ઓપનર જીત રાવલ અને ટોમ લાથમે સારી શરૂઆત અપાવી હતી. બંન્નેએ વિકેટ ગુમાવ્યા વિના 26 ઓવર કાઢી હતી. 27મી ઓવરના ત્રીજા બોલ પર 30 રનના વ્યક્તિગત સ્કોર પર લાથમ આઉટ થયો હતો. અકિલા ધનંજયાએ તેને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. જીત અને લાથમે પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી.  શૂન્ય પર આઉટ થયો કેન વિલિયમસન
આ ઓવરમાં ધનંજયે શ્રીલંકાને એક મોટી સફળતા અપાવી જ્યારે કેપ્ટન વિલિયમસનને શૂન્ય પર તેણે દિમુથ કરૂણારત્નેના હાથે મિડ વિકેટ પર કેચ કરાવ્યો હતો. વિલિયમસન ટેસ્ટ ક્રિકેટમાં ચાર વર્ષ બાદ શૂન્ય પર આઉટ થયો છે.  ટેલર અને નિકોલસ વચ્ચે સદીની ભાગીદારી
71 રનના સ્કોર પર ન્યૂઝીલેન્ડને ત્રીજો ઝટકો પણ ધનંજયે આપ્યો હતો. 83 બોલનો સામનો કરી ચુકેલા જીતને 33ના સ્કોરે આઉટ કર્યો હતો. ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડની ઈનિંગને અનુભવી રોસ ટેલર અને હેનરી નિકોલસે સંભાળી હતી. બં્નેએ ચોથી વિકેટ માટે 100 રન જોડ્યા અને સ્કોર 171 સુધી પહોંચાડ્યો હતો.  નિકોલન 78 બોલ પર 42 રન બનાવી ધનંજયનો ચોથો શિકાર બન્યો હતો. જે. વોટલિંગની વિકેટ હાસિલ કરીને શ્રીલંકન સ્પિનરે પોતાની 5 વિકેટ પૂરી કરી હતી.