PKL-7: આજે બંગાળ વોરિયર્સને માત આપી સતત ચાર હારનો ક્રમ તોડશે ગુજરાત? જીત પર રહેશે નજર

  • PKL-7: આજે બંગાળ વોરિયર્સને માત આપી સતત ચાર હારનો ક્રમ તોડશે ગુજરાત? જીત પર રહેશે નજર
    PKL-7: આજે બંગાળ વોરિયર્સને માત આપી સતત ચાર હારનો ક્રમ તોડશે ગુજરાત? જીત પર રહેશે નજર

અમદાવાદ: ગુજરાત ફોર્ચ્યૂન જાયંટ્સની જ્યારે પ્રો કબડ્ડી લીગ 2019ના 41મી મેચમાં બુધવારે અમદાવાદમાં બંગાળ વોરિયર્સ વિરૂદ્ધ ઉતરશે તો તેની નજર જીતની રાહ પર પર વાપસી કરવી પડશે. ગુજરાતની ટીમ પોતાની ત્રણ મેચ જીત્યા બાદ સતત ચાર મેચોમાં એક પણ જીત પ્રાપ્ત થઇ નથી. તો બીજી તરફ બંગાળ વોરિયર્સે પોતાની ગત મેચમાં તેલુગૂ ટાઇંટ્સ સાથે ટાઇ રહી હતી અને હવે તેની નજર ગુજરાતના ખરાબ ફોર્મનો ફાયદો ઉઠાવવા પર છે.  

ગુજરાત ફોર્ચ્યૂન જાયંટ્સનું આ સીઝનમાં પ્રદર્શન
કુલ મેચ
: 7
જીત: 3
ટાઇ: 0
હાર: 4

બેસ્ટ રેડર: રોહિત ગુલિયા, બેસ્ટ ડિફેંડર: પરવેશ ભૈંસવાલ

ગુજરાતની નજર સતત ચાર હારનો ક્રમ તોડવા પર
સીઝનની શાનદાર શરૂઆત બાદ ગુજરાતની ટીમ માર્ગથી ભટકતી જોવા મળી અને ગત ચાર મેચોમાં સતત હાર મળી, જેમાંથી બે મેચ તેને પોતાના ઘરેલૂ ફેન્સ સામે ગુમાવી. હવે બંગાળ વિરૂદ્ધ મેચમાં તેની નજર જીતના ટ્રેક પર પરત ફરવા પર રહેશે. આ સિઝનમાં રોહિત ગુલિયા ગુજરાત માટે સૌથી મુખ્ય ખેલાડી તરીકે ઉભરીને આવ્યા છે, જ્યારે રેડર સચિન તંવરે પણ સારું પ્રદર્શન કર્યું છે. ગુજરાતના ડિફેંસસની જવાબદારી કેપ્ટન સુનીલ કુમાર અને પરવેશ ભૈંસવાલના ખભા પર રહેશે.