પાકમાં પરફોર્મ કરવું મીકાને પડ્યું ભારે, સિને વર્કર્સ એસોસિએશને લગાવ્યો પ્રતિબંધ

  • પાકમાં પરફોર્મ કરવું મીકાને પડ્યું ભારે, સિને વર્કર્સ એસોસિએશને લગાવ્યો પ્રતિબંધ
    પાકમાં પરફોર્મ કરવું મીકાને પડ્યું ભારે, સિને વર્કર્સ એસોસિએશને લગાવ્યો પ્રતિબંધ

મુંબઈઃ કલમ 370ના મુદ્દા પર ભારત અને પાકિસ્તાનના સંબંધમાં આવેલા તણાવ વચ્ચે સિંગર મીકા સિંહ વિવાદોમાં ઘેરાઈ ગયો છે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને મંગળવારે મીકા વિરુદ્ધ કાર્યવાહી કરતા બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેની સાથે જોડાયેલા પ્રોડક્શન હાઉસ, મ્યૂઝિક કંપની અને તેના તમામ એસોસિએશનનો બહિષ્કાર કર્યો છે.  એઆઈસીડબ્લ્યૂના અધ્યક્ષ સુરેષ શ્મામલાલ ગુપ્તાએ કહ્યું કે, અમે તે પણ જોશું કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈપણ મીકાની સાથે કામ ન કરે. આ પ્રતિબંધ બાદ કોઈપણ તેની સાથે કામ કરશે તો તેણે પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. જ્યારે બંન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે, તેવામાં મીકાએ દેશથી વધુ પૈસાને મહત્વ આપ્યું. આ વાત યોગ્ય નથી.