નેશનલ એવોર્ડ વિનર વિક્કી-આયુષ્માનને અમિતાભ બચ્ચને અલગ અંદાજમાં આપી શુભેચ્છા

  • નેશનલ એવોર્ડ વિનર વિક્કી-આયુષ્માનને અમિતાભ બચ્ચને અલગ અંદાજમાં આપી શુભેચ્છા
    નેશનલ એવોર્ડ વિનર વિક્કી-આયુષ્માનને અમિતાભ બચ્ચને અલગ અંદાજમાં આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા એક પત્રકાર પરિષદમાં 66મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત થઈ હતી. ધ સર્જિકલ સ્ટ્રાઇક માટે વિક્કી કૌશલ અને અંધાધુન માટે આયુષ્માન ખુરાનાને બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની જાહેરાત થઈ હતી. નેશનલ એવોર્ડ મળ્યા બાદ આયુષ્માન-વિક્કીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાથી સતત શુભકામનાઓ મળી રહી છે.  આ બંન્ને અભિનેતાઓને મહાનાયક અમિતાભ બચ્ચને પણ ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. અમિતાભની સાથે જયા બચ્ચને પણ બંન્ને અભિનેતાઓને શુભકામના આપી છે.  અમિતાભ-જયાએ વિક્કી-આયુષ્માનને ફૂલોનો બુકે અને પત્ર મોકલાવ્યો. વિક્કી કૌશલે ઇન્સ્ટા સ્ટોરી પર બિગ બી દ્વારા મોકલાવેલ બુકે અને નોટને શેર કરી છે. ખુશી વ્યક્ત કરતા અભિનેતાએ લખ્યું- મારા માટે આ દુનિયા છે. બચ્ચન સર અને જયા મેમ આભાર.