T20 ટીમમાં ડેલ સ્ટેનની પસંદગી નહીં, નિરાશ સ્ટેને વિરાટની માગી માફી

  • T20 ટીમમાં ડેલ સ્ટેનની પસંદગી નહીં, નિરાશ સ્ટેને વિરાટની માગી માફી
    T20 ટીમમાં ડેલ સ્ટેનની પસંદગી નહીં, નિરાશ સ્ટેને વિરાટની માગી માફી

જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર ડેલ સ્ટેનને ભારતના પ્રવાસ પર રમાનારી ત્રણ મેચોની T20I સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. તેના પર સ્ટેને નિરાશા વ્યક્ત કરી છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (ઈએએસ)એ મંગળવારે ટી20 ટીમની જાહેરાત અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના સ્થાને ડી કોકને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.  ટેમ્બા બાવુમા, બજોર્ન ફોરટ્યૂઇન અને એનરિક નોર્ત્જેને ટીમમાં જગ્યા મળી છે. સ્ટેને ટ્વીટ પર નિરાશા વ્યક્ત કરી અને એક ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, સીએસએ પસંદગીકારો લગગભ તેનો નંબર ભૂલી ગયા.