સુરતીઓનો અલગ અંદાજ, સોનાથી મઢ્યું જમ્મુ કાશ્મીર !!

  • સુરતીઓનો અલગ અંદાજ, સોનાથી મઢ્યું જમ્મુ કાશ્મીર !!
    સુરતીઓનો અલગ અંદાજ, સોનાથી મઢ્યું જમ્મુ કાશ્મીર !!

 સુરત: તહેવાર હોય ત્યારે દરેકને મીઠાઇ ખાવાનું મન થતું હોય છે. દરેક જિલ્લા અને રાજ્યની અલગ અલગ પ્રકારની મીઠાઇઓ ફેમસ હોય છે. ત્યારે સ્વાદના શોખીનોની નગરી ગણાતા સુરત શહેરની ઘારી દેશ અને દુનિયામાં ખુબ જ જાણીતી છે. જો કે, આ સિવાય પણ અનેક વાનગીઓ સુરતની દુનિયાભરમાં ફેમસ છે. ત્યારે સુરતના એક મીઠાઇના દુકાનદારે ભારતના નક્શાવાળી મીઠાઇ બનાવી તેમાં જમ્મૂ અને કાશ્મીરને સંપૂર્ણ સોનાના વરખથી મઢિયું છે.

તહેવાર હોય કે પછી કોઇ પ્રસંગ દરેક પ્રસંગમાં મીઠાઇની હાજરી તો અવશ્ય જોવા મળે છે. મીઠાઇ વડે જ્યાં સુધી મોઢું મીઠું ના કરે, ત્યાં સુધી પ્રસંગનો સ્વાદ પણ ફિક્કો પડે છે. પેંડા, કાજુકતરી સહિતની મીઠાઇઓ 150થી 1000 રૂપિયા સુધીની કિંમતમાં મળતી હોય છે. ત્યારે સુરતમાં સોનાની મીઠાઇ માર્કેટમાં મુકવામાં આવી છે. જેની કિંમત સાંભળીને તમને ચક્કર આવી જશે.