શહીદો માટે તૈયાર કરાઇ 250 ફૂટ લાંબી રાખડી, પુલવામા ખાતે જઇને પાઠવશે શ્રદ્ધાંજલિ

  • શહીદો માટે તૈયાર કરાઇ 250 ફૂટ લાંબી રાખડી, પુલવામા ખાતે જઇને પાઠવશે શ્રદ્ધાંજલિ
    શહીદો માટે તૈયાર કરાઇ 250 ફૂટ લાંબી રાખડી, પુલવામા ખાતે જઇને પાઠવશે શ્રદ્ધાંજલિ

 અમદાવાદ: આ વખતે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન એક જ દિવસે આવતા અમદાવાદના ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી સાધના હાઇસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રાખડી પ્રદર્શનમાં મુકાઈ છે. 250 ફૂટ લાંબી રાખડી કે જેને ‘ધી માર્ટિયર ઓફ પુલવામા’ થીમ પર બનાવવામાં આવી છે.

 

પુલવામામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી લગભગ 15 દિવસ જેટલી મહેનત બાદ આ રાખડી તૈયાર કરાઇ છે. 15 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારમાં 250 ફૂટની અનોખી રાખડી સાથે રેલી સ્વરૂપે નીકળીને જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે. આ રાખડીની અંદરના ભાગે હાથમાં બાંધવાના ઉપયોગમાં આવતી રાખડી લગાવવામાં આવી છે. તો આ સાથે જ તમામ રાખડીના ભાગમાં એક શહીદ જવાનનો ફોટો તેમજ હોદ્દા સાથે શહીદ જવાન કયા રાજ્યનો વ્યક્તિ હતો તેની માહિતી પણ આપવામાં આવી છે.