કરાચીના મીકાના શોમાં હાજર હતા ISIના અધિકારી અને દાઉદના સંબંધિઓઃ ગુપ્તચર સુત્રો

  • કરાચીના મીકાના શોમાં હાજર હતા ISIના અધિકારી અને દાઉદના સંબંધિઓઃ ગુપ્તચર સુત્રો
    કરાચીના મીકાના શોમાં હાજર હતા ISIના અધિકારી અને દાઉદના સંબંધિઓઃ ગુપ્તચર સુત્રો

મુંબઈઃ બોલિવૂડના ગાયક મીકા સિંહના કરાચીમાં થયેલા શો અંગે ભારતીય ગુપ્તચર એજન્સીઓને મહત્વની માહિતી પ્રાપ્ત થઈ છે. 8 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના કરાચીમાં આયોજિત 'મીકા સિંહ નાઈટ' કાર્યક્રમમાં મહેમાનોની યાદીમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અનેક ઉચ્ચ અધિકારીઓ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સગા-સંબંધઓના નામ પણ હતા. 

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના કાકાના દિકરા અદનાન અસદે પોતાની દિકરીની મહેંદી રસમ માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કરાચીની ડિફેન્સ હાઉસિંગ કોલોનીના એક આલિશાન બંગલા (23, બીચ અવેન્યુ, ફેઝ-3)માં કરાયું હતું. આ જગ્યાથી દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ અને તેના ખાસ સાથી છોટા શકીલનું ઘર વધુ દૂર નથી.