બાલાકોટ એર સ્ટ્રાઈકઃ આ પાંચ જાંબાઝ પાઈલટોને પણ મળશે વાયુસેના મેડલ

  • બાલાકોટ એર સ્ટ્રાઈકઃ આ પાંચ જાંબાઝ પાઈલટોને પણ મળશે વાયુસેના મેડલ
    બાલાકોટ એર સ્ટ્રાઈકઃ આ પાંચ જાંબાઝ પાઈલટોને પણ મળશે વાયુસેના મેડલ
  • બાલાકોટ એર સ્ટ્રાઈકઃ આ પાંચ જાંબાઝ પાઈલટોને પણ મળશે વાયુસેના મેડલ
    બાલાકોટ એર સ્ટ્રાઈકઃ આ પાંચ જાંબાઝ પાઈલટોને પણ મળશે વાયુસેના મેડલ

નવી દિલ્હીઃ ભારત સરકારે જાહેરાત કરી છે કે, પાકિસ્તાનની સરહદના અંદર ઘુસીને બાલાકોટ એર સ્ટ્રાઈકને અંજામ આપનારા પાઈલટોને વીરતા પુરસ્કારથી સન્માનિત કરાશે. સ્વતંત્રતા દિવસના પ્રસંગે વિંગ કમાન્ડર અમિત રંજન, સ્ક્વાર્ડન લીટર રાહુલ બસોયા, પંકજ ભૂજડે, બી.કે.એન. રેડ્ડી, શશાંક સિંહને વીરતા પદક આપવામાં આવશે. 

આ તમામ પાઈલટ મિરાજ 2000 યુદ્ધ વિમાનના પાઈલટ છે. આ જાંબાઝ પાઈલટોએ જ પાકિસ્તાનના બાલાકોટ શહેરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા હતા.