ગાંધીનગરઃ સસ્પેન્ડેડ IAS દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, મહિલા આયોગે સુઓમોટો કરી, દહિયાએ જવાબ આપવા આવવું જ પડશે

  • ગાંધીનગરઃ સસ્પેન્ડેડ IAS દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, મહિલા આયોગે સુઓમોટો કરી, દહિયાએ જવાબ આપવા આવવું જ પડશે
    ગાંધીનગરઃ સસ્પેન્ડેડ IAS દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, મહિલા આયોગે સુઓમોટો કરી, દહિયાએ જવાબ આપવા આવવું જ પડશે

ગાંધીનગર: કથિત પ્રેમ પ્રકરણને લઈ વિવાદમાં આવેલા ગુજરાતના IAS ગૌરવ દહિયાને તપાસ સમિતિએ સરકારને સોંપેલા અહેવાલ અને યુપીએસસીની મંજૂરી લીધા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે દહિયાના કથિત પ્રેમ સંબંધોના વિવાદ મામલે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, ગૌરવ દહિયા પર જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે તે જોતા મહિલા આયોગે સુઓમોટો કરી છે અને ગૌરવ દહિયાને ફોનથી ઓફિસે બોલાવ્યા છે, પરંતુ હજુ સુધી ગૌરવ દહિયા મહિલા આયોગની કચેરીએ હાજર થયા નથી. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમે પોલીસને પણ દહિયાને હાજર કરાવવા કહ્યું છે. ગૌરવ દહિયાએ જવાબ આપવા માટે મહિલા આયોગની કચેરીએ આવવું જ પડશે.
મહિલા આયોગના અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, ગૌરવ દહિયા અહીં આવશે ત્યારે અમે બેન(લીનુસિંહ)ને પણ નોટિસ આપવાના અને બોલાવવાના છીએ. જે તે વિભાગમાં જો શોષણ અંગે અરજીઓ આવી હોય અને જો તે મહિલાઓને લાગતું હોય કે તેમનું શોષણ થયું છે તો તેમણે મહિલા આયોગનો સંપર્ક કરવો જોઈએ. હજુ સુધી અમને ફરિયાદો મળી નથી. અમે ગૌરવ દહિયા અને સાથે સાથે બેનનો પણ જવાબ લેવા માગીએ છીએ. જો અમને લાગશે કે હજુ તપાસ કરવાની જરૂર છે તો આગળ અરજીઓ પર પણ તપાસ કરીશું.
સેકટર 7 પોલીસે ગૌરવ દહિયાને હાજર થવા ચાર-ચાર નોટિસ આપ્યા બાદ હવે દહિયાએ ગાંધીનગર પોલીસને જવાબ આપ્યો છે. દહિયાએ પોલીસ દ્વારા એક જ કેસની બે અલગ અલગ જગ્યાએ ચાલી રહેલી તપાસ સામે વાંધો લીધો છે. લીનુસિંહના આક્ષેપોની ગાંધીનગર અને દિલ્હી પોલીસ સમાંતર તપાસ કરી રહી હોવાથી 21 ઓગસ્ટે દિલ્હીના માલવિયા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું છે. તેમજ આ મામલે ગૌરવ દહિયાએ હાઇકોર્ટમાં અરજી કરી માર્ગદર્શન પણ માગ્યું છે.