ડોક્ટરોની ગામડાઓની સેવામાં ઘટાડો, હવે ત્રણને બદલે એક જ વર્ષ સેવા આપવી પડશે, ઈન્કાર કરનારે રૂ. 20 લાખનો દંડ ભરવો પડશે

  • ડોક્ટરોની ગામડાઓની સેવામાં ઘટાડો, હવે ત્રણને બદલે એક જ વર્ષ સેવા આપવી પડશે, ઈન્કાર કરનારે રૂ. 20 લાખનો દંડ ભરવો પડશે
    ડોક્ટરોની ગામડાઓની સેવામાં ઘટાડો, હવે ત્રણને બદલે એક જ વર્ષ સેવા આપવી પડશે, ઈન્કાર કરનારે રૂ. 20 લાખનો દંડ ભરવો પડશે

અમદાવાદઃ હાલ રાજ્યની મેડિકલની 5,360 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે રાજ્ય સરકારે મેડિકલના વિદ્યાર્થીઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતમાં હાલ સરકારી-જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મળીને કુલ 12055 એટલે કે 28 ટકા જગ્યાઓ ખાલી છે. તો બીજી તરફ આજે રાજ્ય સરકારે MBBS પૂર્ણ કર્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સેવાનો સમય 3 વર્ષથી ઘટાડીને એક વર્ષ કર્યો છે. જેને પગલે તબીબોની ઘટમાં વધુ વધારો થઈ શકે છે. જો ડોક્ટર બન્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં સેવા ન આપવી હોય તો રાજ્ય સરકારમાં રૂ.20 લાખ ભરવા પડશે. આ પૈસા ભર્યા બાદ જ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યાર બાદ જ તે પ્રેક્ટિસ કરવા માટે લાયક ઠરશે.
આરોગ્યમંત્રી નીતિન પટેલ મુજબ, સરકારી લાભ મેળવીને એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓએ હવે 5 લાખના બોન્ડ અને 15 લાખની ગેરન્ટી આપવી પડશે. એમ કુલ રૂ.20 લાખની ગેરન્ટી રૂ.300ના સ્ટેમ્પ પર આપવી પડશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ વર્ષને બદલે એક વર્ષની સેવા આપવી પડશે. બોન્ડ માટે સંબંધિત વિદ્યાર્થીએ બેંક ગેરન્ટી તરીકે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી રૂ.40 કરોડથી વધુ ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈપણ શિડ્યુલ બેંકોની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી રૂ.40 કરોડથી વધુની ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈપણ નાગરિક સહકારી બેંકની ગેરન્ટી આપવાની રહેશે.