સુરત: વીમાના નામે ફોન કરીને 44 લાખની છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો

  • સુરત: વીમાના નામે ફોન કરીને 44 લાખની છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
    સુરત: વીમાના નામે ફોન કરીને 44 લાખની છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો

સુરત: જો તમે વીમા માટે કોઈના ફોન આવતા હોય તો થઇ જજો સાવધાન કારણ કે, સુરત પોલીસના હાથે એક એવો આરોપી પકડાયેલ છે જે પહેલા તો વીમા માટે લોભામણી સ્કીમ આપીને પોલિસી આપતો અને ત્યાર પછી સરકારી ખોટા કાગડો આપી પેમેંન્ટ રિલીઝના નામે રૂપિયા માગવી છેતરપીડી કરતો હતો. આરોપી સામે રૂપિયા 44 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે. પોલીસ પકડમાં આવેલા ઉમેદસીંગ લક્ષ્મણસીંગ બીસ્ટ છે. જેને વેસુના નિવૃત શિક્ષક સહિત 35 જણાને સર્વ શિક્ષા અભિયાનના ટેક્ષ, એનઓસી, પેન્શન યોજના અને અન્ય પોલીસીની નામે ફોન પર ઠગ ટોળકીએ લોભામણી સ્કીમો આપીને 49 લાખની ઠગાઈ કરી હતી. જોકે પોલીસને આરોપી તેના સાસરીમાં સંતાયેલ હોવાની વિગત મળતા દબોચી લીધો છે.