રશિયામાં આયોજીત ‘ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલ’માં અમદાવાદની ફોરમ પટેલની પસંદગી

  • રશિયામાં આયોજીત ‘ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલ’માં અમદાવાદની ફોરમ પટેલની પસંદગી
    રશિયામાં આયોજીત ‘ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલ’માં અમદાવાદની ફોરમ પટેલની પસંદગી

અમદાવાદ: યુનેસ્કો સંસ્થાના સહયોગથી રશિયાના મોસ્કો ખાતે 16 તારીખથી 18 તારીખ સુધી યોજાનાર 'ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલ' માટે દેશભરમાંથી એકમાત્ર અમદાવાદની ફોરમ પટેલની પસંદગી કરવામાં આવી છે. 22 જુદા જુદા દેશોના સ્પર્ધકો વચ્ચે યોજાઈ રહેલા આ ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલમાં ફોરમ પટેલ સાંસ્કૃતિક ઝાંખી એટલે કે ઘૂમર અને બ્રેથલેસ ગરબાની પ્રસ્તુતિ કરશે. 

સ્વખર્ચે રશિયા જઈ રહેલી ફોરમની સાથે તેના બે પરિવારજનો પણ તેની સાથે જઈ રહ્યા છે ત્યારે વિજેતા થનાર ઉમેદવારને કેશ પ્રાઈઝ અપાશે સાથે જ ટ્રોફી આપને સન્માનિત પણ કરાશે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ફોરમ પટેલે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.