વ્યસન, ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનના કારણે સૌથી વધુ પોલીસ જવાનો અનફીટ

  • વ્યસન, ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનના કારણે સૌથી વધુ પોલીસ જવાનો અનફીટ
    વ્યસન, ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનના કારણે સૌથી વધુ પોલીસ જવાનો અનફીટ

અમદાવાદ: સમાજની સેવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતા પોલિસ કર્મીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે. જેથી પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને DGP શિવાનંદ ઝા દ્વારા ફીટનેશ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી હવે સ્માર્ટ સીટીમાં પોલીસ જવાનો પણ સ્માર્ટ અને તંદુરસ્ત બનશે. 

અમદાવાદમાં સૌ પ્રથમ પોલીસકર્મીઓની એક્સસાઈઝ માટે જીમ બનાવાયું હતું. અને આ જીમ બનાવવા પાછળ કારણ એ છે કે, સતત કાયદો વ્યવસ્થા અને સમાજના રક્ષણ માટે કામના ભારણ હેઠળ રહેતા પોલિસ કર્મચારીઓનું જીવન પણ બીમારીનો બોજ બની બેઠેલું છે. એટલુજ નહિ પણ પોલીસના અનિયમિત નિત્યક્રમનાં કારણે હાર્ટ એટેક અને બ્લડ પ્રેસરથી અનેક પોલીસ જવાનના મૃત્યુ થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. 

યોગ અને કસરતથી અનેક બીમારીના ઈલાજ થઈ શકે છે. જેથી સતત કામમાં વ્યસ્ત રહીને તણાવ ગ્રસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ એકસસાઈઝ કરીને પોતાનુ સ્વાસ્થય અને જીવનને તંદુરસ્ત બનાવે માટે પોલીસને ટ્રેનીંગ દરમ્યાન પણ યોગ અંને કસરતો કરાવવામાં આવતી હોય છે. બાદમાં રૂટીન ફરજોનાં કારણે ફીટનેશ બાબતે કાળજી નહી લેતા અનફીટ થાય છે.