શ્રેષ્ઠ કામગીરી માટે રાજ્યના 13 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ

 • શ્રેષ્ઠ કામગીરી માટે રાજ્યના 13 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ
  શ્રેષ્ઠ કામગીરી માટે રાજ્યના 13 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ

અમદાવાદ: સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા અંગે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતના 13 પોલીસ અધિકારી અને જવાનોને આ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા હતા.

દેશની શાંતિ માટે દેશના તમામ રાજ્યોમાં અનેક પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે. ત્યારે આ માટે દેશના રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનીત કરવામાં આવતા હોય છે જેને અનુલક્ષીને ગુજરાના 13 જેટલા પોલીસ કર્મચારીઓને 15મી ઓગસ્ટના દિવસે ચંદ્રક એનાયત કરવામાં આવશે.

 

 1. શૈલેષ રાવલ-પીઆઈ, આઈબી, ગાંધીનગર
 2. નરેશ કુમાર સુથાર-પીએસઆઈ, વાયરલેસ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર
 3. પ્રતાપજી સુખાજી ચૌહાણ-હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
 4. ચેતનસિંહ નટવરસિંહ રાઠોડ-હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
 5. આકાશ મનહર ભાઈ પટેલ-એસીપી, અમદાવાદ ટ્રાફિક-B ડિવિઝન
 6. પિયુષ પિરોજીયા-ડીવાયએસપી, વેસ્ટર્ન રેલવે-અમદાવાદ
 7. શબીર અલી સૈયદ અલી કાઝી, ડીવાયએસપી-એસ.સી/ એસ.ટી સેલ-ગાંધીધામ(કચ્છ)
 8. રજનીકાંત લાખાભાઈ સોલંકી,ડીવાયએસપી-પેટલાદ, આણંદ જિલ્લો
 9. પ્રતિપાલસિંહ અજીતસિંહ ઝાલા, ડીવાયએસપી-ભાવનગર
 10. સત્યપાલસિંઘ તોમર, હેડકોન્સ્ટેબલ-સુરત ક્રાઇમ બ્રાન્ચ
 11. લલિત કુમાર રત્નાભાઈ મકવાણા, પીએસઆઇ-એમ.ટી બ્રાન્ચ, વલસાડ
 12. ભરતસિંહ જાડેજા, ડીવાયએસપી-આણંદ
 13. એમ.એમ.પટેલ, એસીપી-પોલીસ કમિ., અમદાવાદ