ગુજરાત: લાંચ માટે સરકારી બાબુઓએ શોધી નવી પદ્ધતિ, ‘આ છે કોર્ડવર્ડ’

  • ગુજરાત: લાંચ માટે સરકારી બાબુઓએ શોધી નવી પદ્ધતિ, ‘આ છે કોર્ડવર્ડ’
    ગુજરાત: લાંચ માટે સરકારી બાબુઓએ શોધી નવી પદ્ધતિ, ‘આ છે કોર્ડવર્ડ’

અમદાવાદ: ગુજરાતમાં એન્ટી કરપશન બ્યુરો ટ્રેપ પર ટ્રેપ કરી રહી છે પણ લાંચિયા બાબુઓ લાંચ લેતા અટકતા જ નથી. ત્યારે લાંચિયા બાબુઓ લાંચ લેવાની નવી પદ્ધતિઓ અને લાંચ માટે અવનવા કોર્ડવર્ડનો ઉપયોગ કરીને લાંચ લઇ રહ્યા છે. એસીબી પણ આ કોર્ડવર્ડને સમજીને લાંચ લેનાર સરકારી બાબુઓને પકડવા એફએસએલ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.  

  • લાંચ માટે બાબુઓના કુદકા 
  • લાંચ લેવા માટે નવી પદ્ધતિઓ 
  • લાંચ લેવા માટે કોર્ડવર્ડનો ઉપયોગ થયા છે 
  • લાંચ માં માત્ર પૈસા જ નથી સ્વીકારાતા 
  • મોંઘી ચીજ વસ્તુ , કાર , મોબાઈલ સહીતની માંગણી 
  • અમુક લાંચિયા બાબુ વિદેશમાં ફેમેલી ટ્રીપ માંગે છે 
  • પત્ની અને પરિવાર માટે જવેલર્સની માંગ થાય છે 
એક તરફ સરકાર સરકારી તંત્ર માંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે એડીચોંટીનું જોર લગાડી રહી છે. ત્યારે ખુદ સરકારી બાબુ જ સરકાર સામે પડી પ્રજા પાસેથી કામ કરવા માટે લાંચની માંગણી કરી રહી છે. ACBએ અનેક બાબુઓને લાંચ લેતા ઝડપી પડયા છે. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બાબુઓ હવે લાંચ લેવાની પદ્ધતિઓ પણ બદલી છે.