કાશ્મીરી નેતા શાહ ફૈસલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરાઈ, શ્રીનગરમાં નજરકેદ

  • કાશ્મીરી નેતા શાહ ફૈસલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરાઈ, શ્રીનગરમાં નજરકેદ
    કાશ્મીરી નેતા શાહ ફૈસલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરાઈ, શ્રીનગરમાં નજરકેદ

નવી દિલ્હીઃ IASની 2011 બેચના ટોપર અને જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના સ્થાપક શાહ ફૈસલની બુધવારે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફૈસલ તુર્કીની રાજધાની ઈસ્તબુંલ જવાની ફિરાકમાં હતા. ફૈસલની પ્બલિક સેફ્ટી એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ફૈસલને દિ્લ્હીથી શ્રીનગર લઈ જઈને નજરકેદ કરવામાં આવ્યા છે.   શાહ ફૈસલે મંગળવારે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવા અંગે વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરીઓ પાસે બે જ રસ્તા છે, તેઓ કઠપૂતળીને બને અથવા અલગાવવાદી બને. આ સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. ફૈસલે ટ્વીટ કરીને કહ્યું કે, રાજકીય અધિકારોને ફરી મેળવવા માટે કાશ્મીરને લાંબા, નિરંતર અને અહિંસક રાજકીય આંદોલનની જરૂર છે.