દિલ્હી કોંગ્રેસ કાર્યાલયઃ પોસ્ટરમાં રાહુલના સ્થાને આવ્યા સોનિયા ગાંધી, નેમ પ્લેટ પણ બદલાઈ

  • દિલ્હી કોંગ્રેસ કાર્યાલયઃ પોસ્ટરમાં રાહુલના સ્થાને આવ્યા સોનિયા ગાંધી, નેમ પ્લેટ પણ બદલાઈ
    દિલ્હી કોંગ્રેસ કાર્યાલયઃ પોસ્ટરમાં રાહુલના સ્થાને આવ્યા સોનિયા ગાંધી, નેમ પ્લેટ પણ બદલાઈ

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ પદે સોનિયા ગાંધીના પુનરાગમન પછી પાર્ટીમાંથી રાહુલ યુગનો અંત આવ્યો છે, પરંતુ આ પરિવર્તનની સાથે-સાથે બીજું પણ ઘણું બધું બદલાયું છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીનું પોસ્ટર પણ કોંગ્રેસ કાર્યાલયની બહારથી દૂર કરીને તેના સ્થાને સોનિયા ગાંધીની તસવીરવાળું પોસ્ટર લગાવાયું છે. આટલું જ નહીં, કોંગ્રેસ કાર્યાલયના અંદર પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે રાહુલની નેમ પ્લેટ દૂર કરીને હવે સોનિયા ગાંધીની નેમ પ્લેટ લગાવાઈ છે. 

કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની ચેમ્બર પાર્ટીના કાર્યાલયમાં રહેશે. લોકસભા ચૂંટણી પહેલાં મહામંત્રી બનેલા પ્રિયંકા ગાંધીની પણ કોંગ્રેસ કાર્યાલયમાં ચેમ્બર રહેશે, પરંતુ રાહુલ ગાંધીને કોઈ ચેમ્બર મળશે નહીં. કેમ, કોંગ્રેસની કચેરીમાં હવે તેમના માટે બેસવાનું કોઈ સ્થાન રહ્યું નથી.