રાષ્ટ્રપતિનું સંબોધનઃ કલમ-370ની નાબૂદી જમ્મુ-કાશ્મીર માટે વિકાસના દરવાજા ખોલશે

  • રાષ્ટ્રપતિનું સંબોધનઃ કલમ-370ની નાબૂદી જમ્મુ-કાશ્મીર માટે વિકાસના દરવાજા ખોલશે
    રાષ્ટ્રપતિનું સંબોધનઃ કલમ-370ની નાબૂદી જમ્મુ-કાશ્મીર માટે વિકાસના દરવાજા ખોલશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, "73મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આપ સૌને મારા હાર્દિક અભિનંદન. ભારત માતાના તમામ બાળકો માટે 'સ્વતંત્રતા દિવસ' એક લાગણીશીલ દિવસ છે, આપણી આઝાદીના લડવૈયાઓના બલિદાન અને સંઘર્ષને ક્યારેય નહીં ભુલીએ."

રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અંગે તાજેતરમાં જે નિર્ણય લેવાયો છે તેનાથી ત્યાંના રહેવાસીઓને ઘણો જ ફાયદો થશે. 

ગાંધીજી આપણા માર્ગદર્શક છે
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, "ગાંધીજીનું માર્ગદર્શન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. તેમણે આપણા આજના ગંભીર પડકારોનો પહેલાથી જ અંદાજ કાઢ્યો હતો. ગાંધીજી માનતા હતા કે આપણે કદરતી સંસાધનોનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ, જેથી વિકાસ અને સૃષ્ટિનું સંતુલન હંમેશાં જળવાઈ રહે."

  • સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે બનાવાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સદુપયોગ કરવાનો છે અને તેની સુરક્ષા કરવી આપણાં સૌની ફરજ છે. આ માળખાકિય સુવિધાઓ દરેક ભારતવાસીનું છે, આપણાં સૌનું છે, કેમ કે તે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. 
  • દરેક ઘરમાં શૌચાલય અને પાણી ઉપલબ્ધ કરાવવાનો સંપૂર્ણ ફાયદો ત્યારે જ મળશે જ્યારે આ સુવિધાઓના કારણે આપણી બહેન-દીકરીઓનું સશક્તિકરણ થાય અને તેમનું સન્માન વધે. 
  • સરકાર, લોકોની આશાઓ-આકાંક્ષાઓ પુરી કરવામાં તેમની મદદ માટે સારી પાયાની સુવિધાઓ અને સામર્થ્ય ઉપલબ્ધ કરાવી રહી છે.