ધ્રાંગધ્રામાં દોઢ વર્ષ પૂર્વે જ બનેલો રોડ ભારે વરસાદમાં થયો તબાહ

  • ધ્રાંગધ્રામાં દોઢ વર્ષ પૂર્વે જ બનેલો રોડ ભારે વરસાદમાં થયો તબાહ

ધ્રાંગધ્રા તા.12
રાજ્યના વિસ્તારોમા વરસાદે સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે ત્યારે સરકાર દ્વારા વિકાસના કામ માટે ફાળવેલી લાખ્ખો રુપિયાની ગ્રાન્ટોમા મળતીયા કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી કામગીરી કરી માત્ર નામનુ જ કામ સરકારી ચોપડે દશાઁવી લાખ્ખો રુપિયાનો ભ્રષ્ટાચાર આચઁયાઁ હોવાનુ નજરે પડે છે ધ્રાગધ્રા શહેરમા ગુરુકુળથી સુરેન્દ્રનગર રોડ સુધી આજથી દોઢેક વષઁ પહેલા બનેલા ગૌરવપથ રોડમા વરસાદી પાણીથી મસમોચા ગાબડા પડી ગયેલા દેખાય છે આ ગૌરવપથ રોડમા અનેક જગ્યાએ ગાબડા તથા તિરાડો પડતા ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે. ત્યારે સરકારના મળતીયાઓને જ કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર કરવા ખુલ્લુ મેદાન આપેલા સરકારી તંત્રની પણ પોલ ખુલ્લી પડી ગઇ છે. તેવામા ધ્રાગધ્રા ગુરુકુળ મંદિર ખાતેથી શરુ કરીને સુરેન્દ્રનગર રોડ સુધી બનાવવામા આવેલા ગુરવપથમા અનેક જગ્યાએ મસમોટા ગાબડા નજરે પડી રહ્યા છે જોકે આ રોડના નિમાઁણને હજુ દોઢેક વષઁ થયુ છે પરંતુ ગત વષેઁ નિમાઁણ થયા બાદ દુષ્કાળ જેવી સ્થિતીના લીધે વરસાદ નહિ હોવાથી રોડમા થયેલા ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા બચ્યો હતો જેથી આ વષેઁ વરસાદના પાણીમા નબળી કામગીરીના પોપડા ઉખડતા ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી ઉઠ્યો હતો. ત્યારે આ બાબતે અનેક વખત અગાઉ સરકારી તંત્રને આ ગૌરવપથના કામમા ભ્રષ્ટાચારની રજુવાત કરાઇ હોવા છતા તંત્રે ધ્યાન નહિ આપતા અંતે રોડની દુઁદશા થઇ ચુકી છે હવે તંત્ર થીગડા મારી રોડનુ સમાકામ કરી ભ્રષ્ટાચાર છુપાવવાની શરુવાત કરશે કે કેમ તે જોવુ રહ્યુ ?