ચુડાના મોરવાડની ભોગાવો નદીમાં ચાર બાળા ડુબી: બેનો બચાવ: 2ના મોત

  • ચુડાના મોરવાડની ભોગાવો નદીમાં ચાર બાળા ડુબી: બેનો બચાવ: 2ના મોત
    ચુડાના મોરવાડની ભોગાવો નદીમાં ચાર બાળા ડુબી: બેનો બચાવ: 2ના મોત

વઢવાણ, તા. 12
નવી મોરવાડ ગામે બે બાળકીઓ ભોગાવા નદીમાં ડુબી જતા અરેરાટી મોત નિપજતા નાના એવા મોરવાડ ગામે અરેરાટી મચી ગઈ છે.
આજે ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે શ્રાવણ માસ હોવા સાથે વરસાદ સારો હોય છતા બદા આનંદ લુંટી રહ્યા છે. તેમા કેટલીક મહિલાઓ પણ ભોગાવા નદીમા નહાવા માટે ગયા હ્તાં.
આ મહિલાઓ સાથે નાની નાની બાળાઓ પણ ભોગાવા નદીમાં કાઠા પાસે નહાતી હતી તેમરાં 4 બાળાઓ છબછબીયા કરતા ઉડા પાણીમાં ચાલી જતા બે બાળાઓને તો અન્ય લોકોએ બચાવી લીધી પણ બે બાળા નિરાલીબેન તુલસીબેન ધનશ્યામ કારોલીયા ઉ.વ.6 એમ બે બાળાઓના ડુબી ગઈ.
આ બનાવની ખબર પડતા ચુડા પીએસઆઈ મહીડા રાઈટર ડાયાલાલ ચુડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતાં.
બાળાઓના મૃતદેહ બહાર કઢાવી પીએમની કાર્યવાહી માટે મોકલી આપી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.