સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે નદીમાં ડૂબવાથી 2 બાળકીના મોત

  • સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે નદીમાં ડૂબવાથી 2 બાળકીના મોત

સુરેનેદ્રનગર: જિલ્લના ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે ભોગાવા નદીમાં ડુબી જતાં 2 બાળકીના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. ગત બે દિવસથી જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે વિસ્તારમાં મોટા ભાગના જળાશયો અને તળાવોમાં પાણીની સારી એવી આવક થઇ છે. જેના લીધે ભોગવા નદીમાં પણ સારુ પાણી આવ્યું હતું. જેમાં બે બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે.  મળતી માહિતી અનુસાર, ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે ભોગાવા નદીમાં ડૂબી જતા 2 બાળકીઓના મોત થયા હતા. મળી રહેલી માહિતી અનુસારા બંન્ને બાળકીઓની ઉંમર 6થી સાત વર્ષની છે. નવી મોરવાડ ગામમાંથી પસાર થતી ભોગાવા નદીમાં પાણીની સારી આવક આવવાને કારણે નદી બે કાંઠે વહી રહી છે. જેમાં રમતા-રમતા બે બાળકીઓ ડૂબી ગઇ હતી.