જૂનાગઢના લક્ષ્મણભાઈ સહિત ત્રણને સસ્પેન્ડ કરતો ભાજપ

ગાંધીનગર, તા.9
કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા નેતાઓ સામે લાલ આંખ કર્યા બાદ ભાગ્યે જ નેતાઓ સામે લાલ આંખ કરતા ભાજપે પણ પક્ષ વિરોધી
પ્રવૃતિ કરનારા નેતાઓ સામે બાંયો ચઢાવી છે.
ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા ત્રણ નેતાઓને ઘેર ભેગા કરવામાં આવ્યા છે.
પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આજ રોજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમદાવાદ જિલ્લાના પ્રાગજીભાઈ પટેલ, પાટણ જિલ્લાના દશરથભાઈ પટેલ અને જૂનાગઢ જિલ્લાના લક્ષ્મણભાઈ યાદવને તાત્કાલિક અસરથી પક્ષના પ્રાથમિક પદેથી સસ્પેન્ડ કર્યા છે.
મહત્વપૂર્ણ છે કે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં જીત મેળવવા માટે ભાજપ કે કોંગ્રેસ કોઇ કસર બાકી રાખવા નથી માગતું ત્યારે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓને ભાજપે પણ કડવો લાડુ ખવડાવી દીધો છે.