આલિયા, રણબીર, આયાન સાથે કામ કરી ઘણું શીખવા મળે છે: અમિતાભ

  • આલિયા, રણબીર, આયાન સાથે કામ કરી ઘણું શીખવા મળે છે: અમિતાભ
    આલિયા, રણબીર, આયાન સાથે કામ કરી ઘણું શીખવા મળે છે: અમિતાભ

આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને આયાન મુખરજી પાસે અમિતાભ બચ્ચન એવી કેટલીક ટેક્નિક શીખવાની આશા રાખી રહ્યા છે જેની તેમનામાં ઊણપ છે. તેઓ મંગળવારે બ્રહ્માસ્ત્રનાં રિહર્સલ કરતા જોવા મળ્યા હતા. આ રિહર્સલના ફોટો બ્લોગ પર શેર કરતાં બિગ બીએ લખ્યું હતું કે અમારી બ્રહ્માસ્ત્રની તૈયારી શરૂ થઈ ગઈ છે. મેં મારો આખો દિવસ ફિલ્મના લુક માટે કાઢ્યો હતો. આ ખૂબ જ હેરાનગતિવાળું કામ છે. મારા ચહેરા પર મેકઅપ લગાવવામાં આવતો અને કાઢવામાં આવતો. ત્યાર બાદ ફરી લગાવવામાં આવતો. જ્યાં સુધી લુક માટેના કેટલાક નિર્ણય ન લેવાયા ત્યાં સુધી એ પ્રક્રિયા ચાલુ રહી હતી. લુક માટેની આટલી મહેનત અમારા સમયે ક્યારેય નહોતી લેવામાં આવી. આલિયા, રણબીર અને આયાન સાથે કામ કરીને 
મને ઘણું શીખવા મળી રહ્યું છે. મારામાં જે ક્વોલિટી નથી એ મને તેમની પાસે શીખવા મળે એવી હું આશા રાખું છું.