બિટકોઈન વિવાદમાં હવે હોટ સ્ટાર સની લિયોની પણ ફસાઈ...

  • બિટકોઈન વિવાદમાં હવે હોટ સ્ટાર સની લિયોની પણ ફસાઈ...
    બિટકોઈન વિવાદમાં હવે હોટ સ્ટાર સની લિયોની પણ ફસાઈ...

હાલમાં બિટકોઇન મામલામાં થયેલા ભારે કૌભાંડની તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં રાજ કુંદ્રાને ઇડી દ્વારા સમન મોકલવામાં આવ્યા છે. આ મામલામાં રાજ કુંદ્રા તેમજ બીજા અનેક બોલિવૂડ સ્ટાર્સની પૂછપરછ થઈ શકે છે. હવે આ મામલામાં સની લિયોનીનું નામ પણ સામે આવ્યું છે. સની સિવાય નેહા ધુપિયા, ઝરીન ખાન તેમજ સોનલ ચૌહાણ જેવા સ્ટાર્સનું નામ સામે આવ્યું છે. જોકે આ તમામ નામની સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી. 
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બિઝનેસમેન રાજ કુંદ્રાની પૂછપરછ માટે સમન જાહેર કર્યા છે. રાજ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ તરીકે ફેમસ છે. ઇડી રાજ કુંદ્રાની બિટકોઇન ગોટાળા મામલામાં પૂછપરછ કરશે. હાલમાં સમાચાર મળ્યા છે કે ઇડી રાજ કુંદ્રાની મુંબઈની ઓફિસ ખાતે પહોંચી ગયું છે. હાલમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી એવા બિટકોઇન યુઝર્સને નોટિસ મોકલવામાં આવી હતી જે રોજ એક કરોડ કે એનાથી વધારે રકમનું ડિલિંગ કરતા હતા. આ નામોનું લિસ્ટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઇડીને પણ મોકલવાનું આવ્યું છે. 
ઇડીને રાજ કુંદ્રા સિવાય બોલિવૂડના અનેક સ્ટાર્સ મની લોન્ડરિંગમાં શામેલ હોવાની શંકા છે.