રજનીકાંતની ફિલ્મ જોવા આ કપલ જાપાનથી ભારત આવે છે!

  • રજનીકાંતની ફિલ્મ જોવા આ કપલ જાપાનથી ભારત આવે છે!
    રજનીકાંતની ફિલ્મ જોવા આ કપલ જાપાનથી ભારત આવે છે!

રજનીકાંતનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ જોવા મળે છે. અને તેનું ઉદાહરણ છે જાપાનનું આ કપલ જે ફિલ્મ કાલા ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવા માટે જાપાનથી ચેન્નઈ આવ્યું છે. આ કપલે વહેલી સવારે 4.30 વાગ્યાના શોમાં ફિલ્મ જોઈ. બન્ને રજનીકાતંની કાલા ટી-શર્ટ પહેરીને આવ્યા હતા અને તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જણાઈ રહ્યો હતો. 10 વર્ષથી આવે છે
જાપાનથી આવેલા યસુધાએ જણાવ્યું કે, તે જાપાનના ઓસાકાથી આવે છે અને પાછલા 10 વર્ષથી રજનીકાંતની ફિલ્મો જોવા ચેન્નઈ આવી રહ્યા છે. તે અંગ્રેજી નથી બોલી શકતા પણ તેમને તમિલ આવડે છે.
કપલને રજનીકાંતની ફિલ્મોનો એટલો ક્રેઝ છે કે સવારથી લઈને અડધો દિવસ પત્યો ત્યાં સુધી બે વાર ફિલ્મ જોઈ ચુક્યું છે અને હવે ત્રીજો શો પણ જોશે. તેમણે જણાવ્યું કે તે રજનીકાંતની સ્ટાઈલ, એક્શન અને સાદગીને અત્યંત વધારે પસંદ કરે છે. આ પહેલા પણ તેમની ફિલ્મો જોવા તે ચેન્નાઈ આવ્યા હતા. ભારત આવીને ફિલ્મ જોવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, જાપાનમાં ફિલ્મો મોડી રીલિઝ થાય છે, પરંતુ તે રજનીકાંતની ફિલ્મ પહેલા જ જોવા માંગતા હતા. જો કે રસપ્રદ વાત એ છે કે જાપાનમાં બે જ દિવસ પછી ફિલ્મ રીલિઝ થવાની છે, પણ આ લોકો માટે બે દિવસ પણ રાહ જોવી મુશ્કેલ હતું.