દિલ્હી: એન્કાઉન્ટરમાં 4 ગેંગસ્ટરો ‘શૂટ આઉટ’

નવી દિલ્હી, તા.9
સાઉથ દિલ્હીના છતરપુર વિસ્તારમાં શનિવારે પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું. આ દરમિયાન 5 ગેંગસ્ટરોને ગોળી વાગી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 ગેંગસ્ટરોના મોત થયા. ડીસીપી (સ્પેશલ સેલ) પ્રમોદ સિંહ કુશવાહાએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં કુલ 8 પોલીસકર્મી ઘાયલ થયા છે જેમાંથી 6ને ગોળી વાગી છે. માર્યા ગયેલા ગેંગસ્ટરોમાં રાજેશ ભારતી પણ સામેલ છે.
પોલીસે તેના માથે 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
મળતી જાણકારી મુજબ, દિલ્હી પોલીસની સ્પેશલ સલને ગુપ્ત સૂત્રોથી જાણકારી મળી હતી કે રાજેશ સાથીઓની સાથે છતરપુર વિસ્તારમાં મોટી ઘટનાને અંજામ આપવા આવ્યો છે. પોલીસને સૂચના મળી હતી કે રાજેશ ભારતી ગેંગ સાથે મોટી ઘટનાને અંજામ આપવા છતરપુર આવવાનો છે. તેને લઈને પોલીસે પહેલા જ ટ્રેપ ગોઠવીને રાખી હતી. ત્યારબાદ રાજેશ ભારતીના ઠેકાણા પર પોલીસે છાપામારી શરૂ કરી દીધા.
બીજી તરફ, પોલીસને જોતા જ રાજેશ ભારતીએ ફાયરિંગ શરૂ કરી દીધું. તેની પર પોલીસે પણ જવાબ આપવાનું શરૂ કર્યું.
મળતી માહિતી મુજબ બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ થયું. એન્કાઉન્ટરમાં ભારતી ગેંગના પાંચ બદમાશોને ગોળી વાગી, જેમાંથી રાજેશ સહિત 4નું મોત થઈ ચૂક્યું છે, જ્યારે એક બદમાશ ઘાયલ છે.
ઉલ્લેખનીય છે કે, રાજેશ ભારતી દિલ્હી-એનસીઆરનો કુખ્યાત બદમાશ હતો. બીજા રાજ્યોમાં પણ તેની વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે. તેના માથે 1 લાખનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા તે હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.