ગુજરાતમાં ગુજકોમાસોલ કૃષિ મોલ ખોલશે: ખેડૂતોને પુરતા ભાવ મળશે

ગાંધીનગર, તા.8
દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન દ્રારા હવે મોટી છલાંગ લગાવાઈ છે. જેમાં જીલ્લાના ખેડૂતો અને આદિવાસી વિસ્તારની મહિલાઓની આવક બમણી કરવા એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. રાજયમાં વલસાડ, જૂનાગઢ, કચ્છ સહિતના જીલ્લામાં મોટાપાયે થતી કેરીની નિકાસ હવે યુએસએ થઈ રહી છે, જેમાં કેસર કેરીનું પ્રથમ ક્ધટેનર અમેરિકા રવાના થયુ છે.
તો આગામી દિવસોમાં પીનટ બટર, પોટેટો ચિપ્સ, ટામેટા સોસ, એરડાને લગતી હર્બલ પ્રોડકટ વિદેશમાં
એક્સપોર્ટ થશે.
બીજી તરફ ગુજરાતમાં મોટાભાગના જીલ્લાઓ, તાલુકામાં ગુજકોમાસોલની જમીન પર પેટ્રોલપંપ અને કૃષિ મોલ ખુલવા જઈ રહ્યાં છે. કૃષિ મોલની દરેક પ્રોડક્ટ માટે આણંદની કૃષિ યુનિવર્સીટી સાથે ખાસ એમઓયુ કર્યાં છે. ગુજરાતમા સિઝન હોય ત્યારે ખેડૂતોને પુરતા ભાવ મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરાઈ છે.