મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને પણ માઓવાદીઓની ધમકી

મુંબઈ, તા.8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજીવ ગાંધી માફક હત્યા કરવા જેવા પ્લાનિંગનો ખુલાસો થયા બાદ માઓવાદીઓ પાસેથી વધુ બે પત્ર મળી આવ્યાં છે. આ પત્રમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પરિવાર વિરૂદ્ધ ષડયંત્ર રચવા અને હત્યાની ધમકી આપ્યાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પત્રોમાં તાજેતરમાં ગઢચિરોલી એન્કાઉન્ટરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં અનેક માઓવાદીઓ ઠાર કરવામાં આવ્યાં હતાં.
આ બંને પત્રો 5 પેજના છે અને તે મે 2018માં લખવામાં આવ્યાં છે. પીપલ્સ લિબરેશન ગોરિલ્લા આર્મીના આ પત્રોમાં લખવામાં આવ્યું છે કે, દંડકારણ્યમાં આદિવાસીઓ પર ભારતની સરકાર અત્યાચાર કરી રહી છે. ગઢચિરોલી જેવા એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, તેના કારણે સંગઠનને ભારે નુંકશાન થયું છે.