જરૂરીયાતમંદોને અનાજ કિટનું વિતરણ

  • જરૂરીયાતમંદોને અનાજ કિટનું વિતરણ
    જરૂરીયાતમંદોને અનાજ કિટનું વિતરણ

રાજકોટ તા.7
બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ 1રર જેટલા લોકોને કાચી ખીચડી, દોઢ કિલો ખાંડ, એક કિલો ગોળ, પ00 ગ્રામ મમરા, પ00 ગ્રામ ચણાની દાળ, બીસ્કીટ, પીપરમેન્ટ તેમજ અન્ય નાસ્તાના પેકીંગનું વિતરણ થયેલું. આ તકે શાપર-વેરાવળ એન્જી. એસો.ના પ્રમુખ તથા જાણીતા દાતા રમેશભાઇ ટીલારા દ્વારા થયો હતો. જેમાં પ્રમુખસ્થાને નાયરોબી કેન્યાવાળા મધુકરભાઇ વી.દાવડા તેમજ અતિથિવિશેષ તરીકે દિપકભાઇ કારીયા, જે.ડી.ઉપાધ્યાય, પૂર્વ સેલ્સટેકસ કમિશ્નર જે.આર.રાચ્છ અને મહેન્દ્રભાઇ નથવાણી, ડો.મીરાબેન ઠક્કર, જૈન અગ્રણી વિજયભાઇ શાહ, જતીનભાઇ કારીયા, પ્રવિણભાઇ ભટ્ટ, ચંદુભાઇ કક્કડ, ભાવનાબેન મહેતા, મધુબેન જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દર મહિનાના પહેલા રવિવારે તમામ લાભાર્થીઓને ખાંડ, ખીચડી તેમજ અન્ય અનાજની કીટ માટેની કાયમી સહાય દાતા દિલીપભાઇ સોમૈયા, ઘોઘુભા બાપુ, તાલુકા પંચાયત પ્રમુખ પૃથ્વીસિંહજી જાડેજા, કિરણબેન પંડયા હસ્તે નિશાબેન પંડયા, રાજુભાઇ ગાંધી, ચંદુભાઇ કકકડ વગેરે તરફથી કાયમી મદદ મળેલ હતી.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રભુદાસભાઇ તન્ના, મંત્રી કે.ડી.કારીયા, મનુભાઇ ટાંક, પ્રવિણભાઇ ગેરીયા, અરજણભાઇ પટેલ, રત્નાબેન મહેશ્ર્વરી, રીનાબેન સોની, દિનેશભાઇ આડેસરા, રોહિતભાઇ કારીયા, દિનકરભાઇ રાજદેવ, મનીષભાઇ વસાણી, ધૈર્ય રાજદેવ, રમેશભાઇ સરવૈયા, જગદીશભાઇ પંડિત, ભગવાનજીભાઇ મિસ્ત્રી સહિત અસંખ્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.