સુત્રાપાડાના નવાગામમાં આશ્રમ સામે ગેરકાયદે દબાણથી આત્મવિલોપનની ચિમકી

  • સુત્રાપાડાના નવાગામમાં આશ્રમ સામે ગેરકાયદે દબાણથી આત્મવિલોપનની ચિમકી
    સુત્રાપાડાના નવાગામમાં આશ્રમ સામે ગેરકાયદે દબાણથી આત્મવિલોપનની ચિમકી

પ્રભાસ પાટણ તા.7
સુત્રાપાડા તાલુકાનાં નવાગામ ગામે આવેલ ગુરૂકુલ જાગૃત સંઘ નામના આશ્રમ સામે બિનકાયદેસર દબાણ કરતાં રમેશગીરી બાપું દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. સુત્રાપાડા તાલુકાના નવાગામ ગામે આવેલ ગુરૂકુળ જાગૃત સંઘ નામનું આશ્રમ સાધુ રમેશગીરી ગુરૂરામગીરી ચલાવે છે તેમજ ગૌશાળામાં અને ગાયોવની સેવા કરે છે પરંતુ આ આશ્રમનાં ગેટની સામે કાયદેસર બાંધકામ કરવાની તજવીજ શરૂ કરેલ છે જેની આશ્રમની સામેની પાર્કીંગ જગ્યામાં અબાણ કરવા વારંવાર પ્રયત્નો કરવામાં આવે છે. અને આશ્રમના સંચાલકો સામે ગેર વર્તણુક કરેલ હતી. આશ્રમના સંચાલક રમેશભાઇ પી. ડોડીયા ઉર્ફ સાધુ રમેશગીરી ગુરૂરામ ગીરી એ હમીરભીખા બામણીયા, સરમણ હમીર બામણીયા, વજુ હમીર બામણીયા, રણસી હમીર બામણીયા અને રાજુ હમીર બામણીયા વિરૂદ્ધમાં પોલીસ સ્ટેશન સુત્રાપાડા, એસ.પી. ગીર- સોમનાથ, મામલતદાર સુત્રાપાડા, આઇ.જી. દક્ષિણ રેન્જ જુનાગઢ, જિલ્લા કલેકટર ઇણાજ ને રજુઆત કરેલ છે અને જણાવેલ કે આ લોકો માથાભારે છે અને અમે એકલા ગૌશાળા અને આશ્રમમાં ધાર્મિક સેવા પૂજાનું કામ કરીએ છીએ આ કામમાં આરોપીઓ વારંવાર રોડા નાખે છે અનેધરાર કબજો કરવા આવે છે તેમજ જીવલેણ હુમલો કરે તેવી અમોને દહેશતછે
આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ પગલા નહી ભરે તો સાધું રમેશગીરી કલેકટર કચેરી ઇણાજ ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપેલ છે.