અનેક દેશોએ પ્રમુખસ્વામી મહારાજનાં પગલા પાર્લામેન્ટમાં કરાવ્યા- કૃષ્ણપ્રિયદાસ

  • અનેક દેશોએ પ્રમુખસ્વામી મહારાજનાં પગલા પાર્લામેન્ટમાં કરાવ્યા- કૃષ્ણપ્રિયદાસ
    અનેક દેશોએ પ્રમુખસ્વામી મહારાજનાં પગલા પાર્લામેન્ટમાં કરાવ્યા- કૃષ્ણપ્રિયદાસ

ધોરાજી,તા.7
ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 3 દિવસીય ભજગોવિંદ સંગીત સરીતા પારાયણમાં સાળંગપુરના રાષ્ટ્રિય સંગીતજ્ઞ સંત કૃષ્ણપ્રિયદાસ સ્વામીની મધુરવાણી દ્વારા કથાના છેલ્લા દિવસે રાષ્ટ્રભકિત દેશભકિત ઉપર ભાર મુકયો હતો.
સંત કૃષ્ણ પ્રિયદાસસ્વામીએ ભજગોવિંદ સંગીત સરીતાના છેલ્લા દિવસે પોતાની દિવ્યપવાણી સાથે વિશાળ હરીભકતોને જણાવેલ કે પ્રમુખસ્વામી મહારાજ એ અનેક દેશોમા વિચરણ કરી ભાઈ ચારાનો સંદેશો પાઠવેલો. વિશ્ર્વના અનેક દેશોએ પ્રમુખ સ્વામીના પગલા પાર્લામેન્ટમા કરાવ્યાં છે. અનેક રાષ્ટ્રપતિઓએ પ્રમુખ સ્વામીને બીરદાવ્યાં છે. ત્યારે આજે કથાનાં છેલ્લાદિવસે પ્રમુખ સ્વામીને યાદ કરી રાષ્ટ્ર ભકિત તરફ આપણે સૌએ વળવુ જોઈએ.
આપણા રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ અને બીસ્મીલાખાન વિશે દેશભકિત બાબતે સૌૈૈએ અભ્યાસ કરવો જોઈએ.
ત્યારે પ્રમુખસ્વામી અને ગુરૂ હરીશ્રી મહંતસ્વામીએ બતાવેલ માર્ગ ઉપર આપણે સૌૈૈએ ચાલવુ જોઈએ અને દેશભકિતની સાથેસાથે ઘરસભા, રવિ સભા,બાળ સભા સાથે સત્સંગમા જોડાવવું જોઈએ.
ભજગોવિંદ સંગીત સરીતાના છેલ્લા દિવસે અખિલ ભારતીય વિશ્ર્વકર્મા મહાસભાના રાષ્ટ્રિય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, કિશોરભાઈ માવાણી, રણછોડભાઈ દેશાઈ, મહેન્દ્રભાઈ કોટડીયા, વિગેેરે હરીભકતોનું સ્વામીશ્રી કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ હાર પહેરાવી સન્માન કરેલ હતુ.
આ પ્રસંગે સાધુ કલ્યાણમુર્તિ સ્વામી અને સાધુ નિદોષેના દાસ સ્વામી જુનાગઢએ પ્રાસંગીક પ્રવચન કરેલ હતુ. અને નવીનતભાઈ પનારાએ સફળ સંચાલન કરેલ હતુ. 3 દિવસીય સંંગીત સુરાવલી સભામાં મોટી સંખ્યામાં રહી ભકતો ઉપસ્થીત રહ્યા હતા.