નયારા એનર્જી દ્વારા તેની નવી ઓળખની જાહેરાત

  • નયારા એનર્જી દ્વારા તેની નવી ઓળખની જાહેરાત
    નયારા એનર્જી દ્વારા તેની નવી ઓળખની જાહેરાત

મુંબઈ તા.7
અધિકૃત રીતે નયારા એનર્જીનું નવુ નામકરણ કરાતાં કંપનીએ તેનો નવો લોગો જાહેર કર્યો છે. આ લોગોપ્રવાહિતા, આશાવાદઅને કનેક્ટિવીટી જેવા ગુણોથી પ્રેરીત છે. લોગોની ઉપર વ્યાપેલુ જણાતુ સ્તર સહયોગ અને એકતા દર્શાવે છે. તે એક ઉત્કૃષ્ટતા (યડ્ઢભયહહયક્ષભય)પણ દર્શાવે છે જે વર્તમાન અને ભવિષ્ય કેન્દ્રિત છે. નવો લોગો નયારા એનર્જીનુ વિઝન પણ દર્શાવે છે જે કદ અને ઉત્કૃષ્ટ કામગીરીની દ્રષ્ટીએ કંપનીને વૈશ્વિક સ્તરે લઈ જવાનું વલણ દર્શાવે છે અને એ દ્વારા
એક નવા યુગનો પ્રારંભ કરે છે. બ્રાન્ડના રંગો કંપનીના નૈતિક મૂલ્યો અને પર્યાવરણતરફની નિષ્ઠા દર્શાવે છે.
આ પ્રસંગે વાત કરતાં નયારા એનર્જીના સીઈઓ શ્રી બી. આનંદ જણાવે છે કે " અમે હવે અધિકૃત રીતે નયારા એનર્જી છીએ. નવી કોર્પોરેટ ઓળખમાં કંપનીની મહેચ્છાઓ તથા સહભાગી (તફિંસય વજ્ઞહમયિ) સમુદાય માટે અસાધારણ અને અત્યાર સુધી વણખેડ્યાં પરિણામો આપવાની મહત્વપૂર્ણ વર્તણુંક પ્રતિબિંબીત થાય છે. બ્રાન્ડ નયારા સમગ્ર વેલ્યુ ચેઈનમાં અસાધારણ પરિણામો હાંસલ કરવાની, પર્યાવરણની અસરો લઘુત્તમ રાખવાની ખેવના ધરાવતો સ્વભાવ દર્શાવી આજે અને આવતીકાલે ઉત્કૃષ્ટતા તરફ લઈ જવાની ધગશ દર્શાવે છે. અમે નયારા એનર્જીના ભાવિ અંગે ખૂબ જ રોમાંચિત છીએ. અને અમને આત્મવિશ્વાસ છે કે અમે વિશ્વ સ્તરની પ્રોડકટસ અને સર્વિસીસ પૂરી પાડવાનુ ચાલુ રાખીશું. "
નયારા એનર્જી અંગે
નયારા એનર્જીએ હાઈડ્રોકાર્બન વેલ્યૂચેઈનમાં મજબૂત હાજરી ધરાવતી એક વૈશ્વિક સ્તરની સુસંકલિત ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપની છે. તે રિટેઈલ સહિતનાં સંખ્યાબંધ ક્ષેત્રોમાં પ્રોડકટસના રિફાઈનીંગથી માંડીને માર્કેટીંગ સુધીની કામગીરી કરે છે. આ કંપની ઈન્ટરનેશનલ ઈનવેસ્ટર રોઝનેફટ (કે જે લિકવિડ હાયડ્રોકાર્બનની ઉત્પાદન અને અનામતોની દ્રષ્ટીએ રશિયાના પેટ્રોલિયમ ઉદ્યોગમાં અગ્રણી ગણાય છે અને વિશ્વની સૌથી મોટી પબ્લીક ઓઈલ કંપની છે) તથા ગ્લોબલ કોમોડીટીઝ ટ્રેડીંગ કંપની ટ્રાફીગુરા અને યુસીપી ઈનવેસ્ટમેન્ટ ગ્રુપ દ્વારા ઓગસ્ટ 2017માં હસ્તગત કરવામાં આવી હતી.
નાયારા એનર્જી વાડીનારમાં ગુજરાત ખાતે ભારતની બીજા નંબરની સૌથી મોટી સીંગલ સાઈટ રિફાઈનરી ધરાવે છે., જેની હાલની ક્ષમતા વાર્ષિક 20 મિલિયન મેટ્રીક ટન છે. તે હવે વિશ્વમાં સર્વોચ્ચ ગણાતી 11.8ની કોમ્પ્લેક્સિટી સાથે વિશ્વની અત્યંત આધુનિક અને કોમ્પલેક્સ રિફાઈનરીઓમાં સ્થાન ધરાવે છે. નયારા એનર્જી હવે ખાનગી ક્ષેત્રના સૌથી મોટા રિટેઈલ નેટવર્ક દ્વારા ભારતની સૌથી ઝડપથી વિકસતી રિટેઈલ બિઝનેસ ચેઈન બની છે. કંપની હાલમાં 28 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4500થી વધુ કાર્યરત આઉટલેટ(પેટ્રોલપંપ) ધરાવે છે.