આર.કે.જૈન મેમોરીયલ સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો પ્રારંભ

  • આર.કે.જૈન મેમોરીયલ સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો પ્રારંભ
    આર.કે.જૈન મેમોરીયલ સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો પ્રારંભ

રાજકોટ તા,7
રાજકોટના ઇન્ડોરસ્ટેડીયમ ખાતે રાજકોટ મહાનગર પાલીકા, રાજકોટ ડિસ્ટ્રીક બેડમીંટન એસોસીએશન અને અહેસાસ ફાઉન્ડેશનના સાંયુકત ઉપક્રમે શ્રી અને શ્રીમતી આર. કે. જૈન મેમોરીયલ 3 જી ગુજરાત સ્ટેટ બેડમીંટન ચેમ્પીયનશીપ (અન્ડર 13, 15 અને 17) નો પ્રારંભ પૂર્વ મેયર અને સમારંભના મુખ્ય અતિથી ઉદયભાઇ કાનગડના હસ્તે કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટ આગામી તા.11મી સુધી ચાલશે.
આ સ્પર્ધાની વિગતો આપતા રાજકોટા ડિસ્ટ્રીક બેડમીંટન એસોસીએશનના માનદ મંત્રી ભૂષણભાઇ પંડયા એ જણાવ્યુ હતુ કે, આ સ્પર્ધામાં ભાગ લેવા સમગ્ર રાજયમાંથી અંદાજે 800 જેટલી એન્ટ્રી આવી છે, જેમાંથી 55 જેટલા ખેલાડીઓ રાજકોટ ના છે. આ તમામ ખેલાડીઓ અન્ડર-13, 15 અને 17 એમ ત્રણ મુખ્ય કેટેગરી માં સીંગલ્સ, ડબલ્સ અને મીક્ષ ડબલ્સ માં બોયઝ અને ગલ્સ એમ કેટેગરી પ્રમાણે કુલ 768 જેટલા મેચ કુલ છ દિવસ દરમ્યાન રમશે. આજે પ્રથમ દિવસે કુલ 160 મેચ રમાયા હતા, જ્યારે પ્રથમ ત્રણ દિવસ દરમ્યાન અંદાજે 440 મેચ કવોલીફાઇંગ રાઉન્ડના રમાશે, જેમાંથી ક્વોલીફાઇ થયેલ ખેલાડીઓ વચ્ચે ની મેચો રમાશે અને તા. 11 ને દિવસે બપોરે 2=00 કલાકે ફાઇનલ મુકાબલો યોજાશે. ત્યારબાદ 4=00 કલાક થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે. જેમા જુદા-જુદા 13 ફાઇનલીસ્ટ ને રૂ. 1.82 લાખ ની માતબર રકમ ના પ્રાઇઝ મની અપાશે. આ સ્પર્ધા અને આ ઉપરાંત ની સ્ટેટ લેવલની સ્પર્ધા માં વધારે પોઇન્ટ મેળવનાર ખેલાડીઓની ટીમ બનાવાશે, જેને બેડમીંટન એસોસીએશન દ્વારા ગુજરાત ને રીપ્રેઝન્ટ કરી નેશનલ લેવલે રમવા માટે મોકલવામાં આવે છે, આમ આ સ્પર્ધા ઉભરતી પ્રાતિભાઓ અને ખેલાડીઓ માટે ખુબ અગત્યની સ્પર્ધા છે.
ઉદઘાટન કાર્યક્રમમાં પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે. મેયર શ્રીમતી ડો. દર્શીતાબેન શાહ, સ્ટે. કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સોશીયલ વેલફેર કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાક્કર, રાજકોટ બેડમીંટન એસો.ના માનદ મંત્રી ભૂષણભાઇ પંડયા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ સ્પર્ધાના મુખ્ય આયોજકોમાં રાજકોટ મહાનગર પાલીકા, એહસાસ ફાઉન્ડેશન અને ગુજરાત બેડમીંટન એસોસીએશનની છત્રછાયામાં કાર્યરત રાજકોટ ડિસ્ટ્રીકટ બેડમીંટન એસોસીએશન છે, જેમને અન્ય સંસ્થાઓ વિક્રમ વાલ્વસ પ્રા. લી., સુરક્ષાસેતુ સોસાયટી, જ્યોતી સીએનસી ઓટોમેશન લી., એચડીએફસી બેંક, વોકહાર્ટ હોસ્પીટલ, આરકે. યુનિવર્સીટી, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લી., સનરાઇઝ સ્પોર્ટ્સ ઇન્ડીયા પ્રા.લી. (ડીસ્ટ્રીબ્યુટર્સ ઓફ યોનેક્ષ) અને ડી.બી.દામાણી ચેરીટેબલ ટ્ર્સ્ટ ના સાહયોગ થી સમગ્ર આયોજન હાથ ધરાયુ છે.
આ ઉપરાંત સમગ્ર અયોજનને સફળ બનાવવા રાજકોટ ડિસ્ટ્રીકટ બેડમીંટન એસોસીએશનના પ્રમુખ ડો. વાય. એમ. માકડ, ઉપપ્રમુખ બી.ડી.સરવૈયા, ઉપપ્રમુખ વિક્રમભાઇ જૈન, પેટ્રન શ્રી કે.ડી.સોલંકી, ઓરગેનાઇઝીંગ સેક્રેટરી હિતેષભાઇ દેસાઇ, જયદીપભાઇ જાડેજા, અમીતભાઇ શર્મા, મહેન્દ્રભાઇ ત્રીવેદી, મનોજભાઇ દવે, પ્રિતિબેન લાલચંદાણી અને પ્રફુલ્ભાઇ સંઘાણી તથા એસોસીએશન ના વોલીયંટરોની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.