કપાસીયા ખોળમાં ઉછાળો: સીંગખોળ સ્થિર

  • કપાસીયા ખોળમાં ઉછાળો: સીંગખોળ સ્થિર
    કપાસીયા ખોળમાં ઉછાળો: સીંગખોળ સ્થિર

રાજકોટ: કપાસીયા ખોળમાં બહારનાં રાજયમાંથી આવક ઘટતા ભાવો વધતા જાય છે. આજે પ0 કીલોમાં રૂા.પ0 વધી ભાવ 9પ0-10પ0 થયા હતા. ટેકસ પેઈડ સીંગતેલ નવા ડબ્બાનાં ભાવ 14પ0-1460 રહ્યા હતા. કપાસીયા રિફાઈન્ડ તેલનાં 1ર30-1ર60 રહ્યા હતા.
ખાંડ બજારમાં આજે મજબુતી હતી. ચણા-બેસન, એરંડામાં સ્થિર વલણ હતુ. વિદેશ પાછળ ચાંદીમાં 300 નો સુધારો અને સોનામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
મગફળી
સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે મગફળીની રર હજાર ગુણીની આવક હતી. રાજકોટ યાર્ડમાં આજે આવકો ખાસ હતી નહી. ભાવ જાડી મગફળીના પપપ-810 અને જીણી મગફળીનાં 6પ0-780 રહ્યા હતા.
મીલ ડીલેવરીમાં જામનગરમાં જાડી મગફળીના ભાવ 790-800 રહ્યા હતા. જુનાગઢમાં જાડી મગફળીના 1પ900, જીણીના 16ર00, જીર0 ના 16000, પીલાણનાં 13400 રહ્યા હતા. જયારે વેરાવળમાં જાડી મગફળીના ભાવ 13000 અને દાણાવાળીના 14000 રહ્યા હતા.
સીંગતેલ લુઝ
સીંગતેલ લુઝમાં આજે સ્થિર ટોન હતો. લુઝનાં ભાવ 790-79પ રહ્યા હતા. કામકાજ 4-પ ટેન્કરનાં હતા.કોટનવોશના ભાવ 70ર-70પ રહ્યા હતા. કામકાજ ર0-રપ ગાડીના હતા. કંડલા બંદરે પામોલીન તેલનાં ભાવ 713-71પ તેમજ સોયાબીન તેલનાં 7ર3-7રપ રહ્યા હતા.
જામનગરમાં લુઝનાં ભાવ 790-800,ભાવનગરમાં 790-79પ તેમજ વેરાવળમાં 780-78પ રહ્યા હતા.
ખાંડ
ખાંડ બજારમાં આજે મજબુતી હતી. રાજકોટમાં 1000 ગુણીની આવક હતી. ખાંડ ડી ગ્રેડના ભાવ 3160-3રપ0 રહ્યા હતા. તેમજ સી ગ્રેડના 3ર80-33પ0 રહ્યા હતા.
એરંડા
એરંડા બજારમાં આજે સ્થિર વલણ હતુ. ગુજરાતમાં પ0 હજાર ગુણીની આવક હતી. ભાવ 76પ-77પ રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં ર000 ગુણીની આવકે ભાવ 7ર0-7પ6 રહ્યા હતા. જગાણાનાંભાવ 788, કડી 787, કંડલા 778-780,માવજી હરી 78પ-790,ગીરનાર 780-790 રહ્યા હતા. જયારે દિવેલનાં ભાવ 81ર-813 રહ્યા હતા.
સોના-ચાંદી
વૈશ્ર્વીક બજારમાં આજે ચાંદી 16.71 સેન્ટ ઉપર નરમ હતી. સોનું 1ર99 ડોલર હતુ. રાજકોટ ઝવેરી બજારમાં ચાંદીમાં રૂા.300 વધી ભાવ 40300 થઈ હતી. તેમજ સોનામાં સામાન્ય ઘટાડો હતો. સ્ટાન્ડર્ડ સોનું 31પ80,રર કેરેટનાં 30780 દાગીના પરતનાં ર8980 રહ્યા હતા.સોનાના બિસ્કીટ (100 ગ્રામ) ભાવ 31પ800 રહ્યા હતા.