દિવમાં સરકારી જમીન પરના દબાણ પર ફરી વળ્યુ બુલડોઝર

  • દિવમાં સરકારી જમીન પરના દબાણ પર ફરી વળ્યુ બુલડોઝર
    દિવમાં સરકારી જમીન પરના દબાણ પર ફરી વળ્યુ બુલડોઝર

દીવ, તા. 7
દીવ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી જમીનોમાં કરવામાં આવતી પેશકદમી દૂર કરવામાં પ્રશાસન અવારનવાર જરૂરી સુચના આપે છે સૂચના બાદ ડેમોલીશન કરે છે તેવી ઘણી કિંમતી જમીનો સરકારે પોતાના હસ્તગત કરી છે.
દીવના નાગવામાં બ્યુટીફીકેશન અને રોડ વાઈડનીગ માટે જમીનની જરૂરિયાત હોય અને હાલની ટ્રાફીકને ધ્યાનમાં રાખીને રસ્તાઓ પહોળા કરવા જરૂરી જણાતા પ્રશાસન દ્વારા સર્વે કરાવતા સરકારી જમીનોમાં રોડ વાઈડનીગમાં આવતી જમીનો ઉપર પેશકદમી જોવા મળી. જેથી દમણ-દીવ-દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના હુકમથી સલાહકાર એસ.એસ.યાદવે આ પેશકદમી દૂર કરવા જણાવી અને રિપોર્ટ તલબ કર્યો જેથી આજરોજ સવારે સાત કલાકે દીવ પ્રશાસન તેના દરેક વિભાગ હેલ્થ, ઈલેકટ્રીક, ફાયર, મામલતદાર અને પોલીસ કાફલા સાથે સ્થળે પહોંચી અને આ પેશકદમી દૂર કરવા શરૂઆત કરી આ સ્થળે ડે.કલેકટર ડો.અપૂર્વ શર્માનાં નેતૃત્વમાં અને મામલતદાર ચંદ્રહાસ વાજાની નિગરાનીમાં બુલડોઝર દ્વારા નાના નાના ઝુપડા, દિવાલો, કમ્પાઉન્ડ વોલ વગેરે ડેમોલીશન કરી કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી.
દમણ અને દીવ પ્રશાસન દ્વારા રોડ વાઈડનીગની કાર્યવાહી થતી રહેશે તો ટ્રાફીકની સમસ્યાનું નિરાકરણ કરી શકાશે.