ભાવનગરમાંથી જુગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે

  • ભાવનગરમાંથી જુગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે
    ભાવનગરમાંથી જુગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે

ભાવનગર તા.7
ભાવનગરમાં સીદસર રોડ ઉપર ચાલતા જુગારધામમાં દરોડો પાડી પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓને રૂા.13 લાખનાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી.નાં પીઆઈ ડી.એમ. મિશ્રા તથા પો.સ.ઈ. એન.જી. જાડેજા તથા સ્ટાફે શહેરના સીદસર રોડ લીલાસર્કલ પાસે આવેલ શ્રીઆલેખ બિલ્ડીંગ ફલેટ નં. 304 માં દરોડો પાડી જુગાર રમી રહેલા હિતેશભાઈ રમેશચંદ્ર કારીયા, ગોપાલસિંહ વનરાજસિંહ ગોહિલ, જેઠાભાઈ નારણભાઈ મેર, જયેન્દ્રસિંહ જશવંતસિંહ ઝલા, કનુભાઈ નારણભાઈ પોસાતરને રોકડ રૂા. 337100, ગંજીપતાના પાના, મોબાઈલ નં. 3 અલગ અલગ કંપનીનાં કાર સ્કુટર નં. 4 મળી કુલ રૂા. 1301100નો મુદામાલ કબ્જે કરી પાંચેય શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.