આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં વરસાદની સંભાવના

અમદાવાદ, તા.7
નૈઋત્ય ચોમાસુ આગળ વધી રહ્યું છે ત્યારે હવે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં પણ 72 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આગામી 10 અને 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં મેહુલાનું આગમન થશે.
જોકે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા હવે ભારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના ટળી ગઈ છે. હવે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
બીજી તરફ, બુધવારે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકોએ બફારો સહન કરવો પડ્યો હતો. આગામી દિવસમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમી ઘટવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ગુરુવારે મુંબઈમાં એન્ટ્રી
કરી છે.
આ પહેલા હવામાન વિભાગે 9થી 11 જૂન વચ્ચે મુંબઈમાં ભારેથી
અતિ ભારે વરસાદની ચેતવણી
આપી હતી.