રાજકોટના બોગસ ડીગ્રી કૌભાંડમાં અંતે પ્રિન્સીપાલ સહિત ત્રણની કરાઈ ધરપકડ

  • રાજકોટના બોગસ ડીગ્રી કૌભાંડમાં અંતે પ્રિન્સીપાલ સહિત ત્રણની કરાઈ ધરપકડ
    રાજકોટના બોગસ ડીગ્રી કૌભાંડમાં અંતે પ્રિન્સીપાલ સહિત ત્રણની કરાઈ ધરપકડ

રાજકોટ તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની હોમિયોપેથી કોલેજમાં 2012થી શરૂ થયેલ બોગસ ડિગ્રી કૌભાંડમાં ફરિયાદ નોંધાવ્યા બાદ એસઓજીએ અંતે બી એ ડાંગર કોલેજના પ્રિન્સિપાલ અને બે મળતિયા સહીત ત્રણની ધરપકડ કરી છે જેમાં જિલ્લા ભાજપ મહામંત્રીના બે ભાઈઓનો પણ સમાવેશ થાય છે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર જામ ખંભાળિયાનો ડો.કાદરી હતો તેણે સૌપ્રથમ આ કૌભાંડ શરૂ કર્યું હતું ત્યાર બાદ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી રકમના 25-25 ટકા ભાગ બધા લઇ લેતા હતા ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં હોમિયોપેથીક વિદ્યા શાખાના ડીન અને બી એ ડાંગર કોલેજના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડો.અમિતાભ જોષીએ દેવભૂમિ દ્વારકાના ડો.કાદરી સાથે મળી વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાનું ડોનેશન લઇ બોગસ ડિગ્રી આપવા અંગે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં 41 વિદ્યાર્થીઓ સહીત 43 સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ ફરિયાદ નોંધાવ્યા બાદ ડો.અમિતાભ જોશી ભાગતા ફરતા હોય અને ગત રાત્રે તેના ઘરે દોઢસો ફૂટ રિંગ રોડ રવિરાંદલ પાર્કમાં આવ્યા હોવાની ચોક્કસ બાતમી આધારે એસીપી હર્ષદ મહેતાની સૂચનાથી એસઓજી પીઆઇ એસ એન ગડુ, પીએસઆઇ સીસોદીયા, ડીસીબી પીએસઆઇ અતુલ સોનારા, ધર્મેન્દ્રસિંહ રાણા, મોહિતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, જયંતિગીરી, યુવરાજસિંહ, ક્રિપાલસિંહ, ગિરિરાજસિંહ ઝાલા, વિજેન્દરસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, મેહુલભાઈ ગઢવી, જયવીરભાઈ ગઢવી, હિતેષભાઇ પરમાર, નિર્મલસિંહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી ડો.અમિતાભ જોશીને દબોચી લીધો હતો તેની પ્રાથમિક પૂછપરછમાં તેની સાથે વાંકાનેર સોસાયટીના દિપક બચુભાઈ ડાંગર અને જાનકભાઈ લાભુભાઈ મેતાની પણ સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે તે બંનેની પણ ધરપકડ કરી હતી
ત્રિપુટીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા ગામના ડો.કાદરીએ 2012માં પ્રથમ એડમિશન આપી કૌભાંડની શરૂઆત કરી હતી ત્યાર બાદ વિદ્યાર્થીઓ પાસેથી 4-4 લાખ રૂપિયા જેટલું ડોનેશન લઈને તેઓને બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાં એડમિશન અપાવી ત્યાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ટ્રાન્સફર કરાવી બોગસ ડિગ્રી આપવામાં આવતી હતી આ વિદ્યાર્થીઓ પાસેથી મળતી રકમ પેટે ત્રણેય આરોપીઓ અને દિપક ડાંગરનો ભાઈ ચારેય 25-25 ટકા રકમનો ભાગ પાડી લેતા હતા આ તમામ વહીવટનો ડો.અમિતાભ જોશીએ મૌખિક હિસાબ પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો હાલ આ કૌભાંડમાં જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઇ મેતા કે જેઓ ડાંગર કોલેજનું સંચાલન કરે છે તેઓની કોઈ સંડોવણી ખુલવા પામતી નથી તેઓના મામા બચુભાઈ ગુજરી ગયા બાદ વહીવટી પ્રક્રિયા સંભાળવા માટે તેઓની ટ્રસ્ટી તરીકે નિમણુંક થઇ હતી ડો.અમિતાભ જોષીની સેસન્સ અને હાઇકોર્ટમાં આગોતરા અરજી નામંજૂર થતા અંતે તેઓ હારીને ઘરે પહોંચ્યા હતા અને પોલીસે ધરપકડ કરી લીધી હતી તમામ આરોપીઓને 14 દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવમાં આવશે રિમાન્ડ મળ્યા બાદ તમામ આરોપીઓને કોલેજોમાં લઇ જઈ તપાસ હાથ ધરવામાં આવશે આ ઉપરાંત જે જે રાજ્યોમાં એડમિશન અપાવ્યું હતું ત્યાં પણ તપાસ કરવામાં આવશે પકડાયેલા આરોપીઓમાં દીપકભાઈ બચુભાઈ ડનગર અને જનકભાઈ લાભુભાઈ મેતા મામા-ફઈના ભાઈ થતા હોવાનું તથા જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા પણ તેમના ભાઈ થતા હોવાનું જાણવા મળ્યું છે.