ખાન બંધુઓનું દાઉદ કનેકશન

એકટર સલમાન ખાન બાદ તેનો ભાઈ અરબાઝ ખાન વિવાદમાં સપડાયો છે. અરબાઝ ખાનના સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે જોડાતાં દેખાય રહ્યાં છે. શનિવારે અરબાઝની થાણે ક્રાઈમ બ્રાંચમાં IPLમાં સટ્ટાબાજી અંગે પૂછપરછ કરાઈ હતી, જેમાં તેને છ વર્ષથી સટ્ટો કરતો હોવાનું કબૂલ્યું છે. સટ્ટાખોર સોનૂ જાલાન ઉર્ફે સોનૂ બાટલાની ધરપકડ બાદ એન્ટી એક્સટોર્શન સેલે ઈંઙક સટ્ટાબાજીમાં તેની પૂછપરછ કરી હતી. સોનૂના સંબંધ અનેક માફિયાઓ સાથે હોવાનું જણાવાઈ રહ્યું છે જેમાં દાઉદ ઈબ્રાહિમ કાસકસનું નામ પણ સામેલ છે. સોનૂ જાલાનના તાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલાં છે. સોનૂ જાલાન મેચનો સટ્ટો ખેલવા એક સોફ્ટવેર ચલાવે છે, તે સોફ્ટવેરની મદદથી જ મેચોની સટ્ટાબાજી કરે છે.
પોલીસની પકડમાં આવેલા સોનૂએ જણાવ્યું કે તેને ઈંઙક મેચમાં સટ્ટાબાજી કરવા માટે શ્રીલંકાના એક ખેલાડીનો સંપર્ક કર્યો હતો અને તેને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ અરબાઝ સટ્ટામાં મોટી રકમ લગાવતો હતો.
પોલીસને સોનૂએ જણાવ્યું કે અરબાઝ ખાન પાસેથી તે પોતાની લેણી નીકળતી રકમ માગી રહ્યો હતો. ત્યારે આ રકમને લઈને અરબાઝ અને સોનૂ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. કેમકે અરબાઝ સોનૂને પૈસા આપતો ન હતો. જે બાદ સોનૂએ અરબાઝને ધમકી આપી હતી કે જો તે તેના પૈસા પરત નહીં કરે તો તેનું નામ પબ્લિક કરી દેશે. જોકે મોટો સવાલ તે થઈ રહ્યો છે કે બોલિવુડની આ મોટી હસ્તીઓના સંબંધ સોનૂ જાલાનની સાથે કઈ રીતે થયા? એક સામાન્ય સટ્ટેબાજ સલમાન ખાનના ભાઈને ધમકી આપવાની હિંમત કઈ રીતે રાખી શકે છે? પરંતુ આ સવાલોના જવાબ પાછળ ડી ગેંગ છે અને તે દિશામાં જ પોલીસ તપાસ કરી રહી છે.