અરબાઝ બાદ હવે વિંદૂ દારા સિંહને પણ સમન ?

 સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અરબાઝ ખાન બાદ હવે થાણે પોલીસ વિંદૂ દારા સિંહને પણ સમન મોકલી શકે છે. સોનૂએ પૂછપરછમાં જણાવ્યું કે વિંદૂ દારા સિંહ પણ તેમને બે વખત મળી ચૂક્યા છે. વિંદૂએ સોનૂ દ્વારા પ્રેમ તનેજા સાથે મુલાકાત કરાવી હતી. પ્રેમ તનેજા પણ બુકી છે, જેને આઇપીએલ ફિલ્સિંગ સટ્ટેબાજીના આરોપમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે વિંદૂ દારા સિંહ સાથે ધરપકડ કરવામાં આવી હતી. વિંદૂ દારા સિંહ ચેન્નઇ સુપર કિંગ્સના માલિક અને પૂર્વ બીસીસીઆઇ ચીફ એન. શ્રીનિવાસનના જમાઇ ગુરૂનાથ મયપ્પન સાથે મળીને સટ્ટેબાજી કરી હતી. વિંદૂ અને મયપ્પનને પણ સટ્ટેબાજે ખૂબ પૈસા ગુમાવવા પડ્યા હતા.