ડોમેસ્ટિક પ્લેયરો કરતા અમ્પાયરોની ફી ઊંચી કેવી રીતે હોઈ શકે? નિરંજન શાહ

  • ડોમેસ્ટિક પ્લેયરો કરતા અમ્પાયરોની ફી ઊંચી કેવી રીતે હોઈ શકે? નિરંજન શાહ
    ડોમેસ્ટિક પ્લેયરો કરતા અમ્પાયરોની ફી ઊંચી કેવી રીતે હોઈ શકે? નિરંજન શાહ

રાજકોટ, તા.31
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુકત કમિટીની બીસીસીઆઈ માટે મિટીંગ યોજાઈ હતી જેમાં ડોમેસ્ટિક મેચમાં અમ્પાયર, રેફરી, સ્કોરર વીડીયો એના બિસ્ટની ફી અંગે ચર્ચા થઈ હતી.મીટીંગમાં થયેલી ચર્ચા મુજબ સિનિયર સિનિયર ટુર્નામેન્ટ (ટી-20 સિવાય) માં દર દિવસે ટોપ 20 એમ્પાયરની ફી રૂા.40 હજાર જયારે અન્ય અમ્પાયરની 30 હજાર રૂપિયા ફી નકકી થઈ હતી.આ તકે બીસીસીઆઈના પૂર્વ માનદમંત્રી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મોભી નિરંજનભાઈ શાહે જણાવ્યુ હતું કે અમ્પાયરોની ફીમાં વધારો આવકાર્ય છે પરંતુ જયારે ડોમેસ્ટિક સિનિયર પ્લેયરોને પર રૂા.35 હજાર દિવસ દરમિયાન અપાય છે ત્યારે આ ફી વધારો આશ્ર્ચર્યજનક અને આઘાતજનક છે, હું નથી સમજી શકતો કે આ પ્લેયરો કરતા અમ્પાયરોની ફી ઉંચી કેવી રીતે હોઈ શકે. વધુમાં શ્રી શાહે જણાવ્યુ હતું કે છેલ્લા બે વર્ષથી ડોમેસ્ટિક પ્લેયરોની ઘણી અવગણના નથી રહી છે. ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે ડોમેસ્ટીક ક્રિકેટ ખૂબજ અગત્યનું પ્લેટફોર્મ છે. આ ડોમેસ્ટીક પ્લેયરોની ગમે તે કારણે અવગણના થઈ રહી છે.