ઇન્ટર ડીસ્ટ્રીકટ અન્ડર-19 નોક આઉટ ટુર્નામેન્ટનો આરંભ

  • ઇન્ટર ડીસ્ટ્રીકટ અન્ડર-19 નોક આઉટ ટુર્નામેન્ટનો આરંભ
    ઇન્ટર ડીસ્ટ્રીકટ અન્ડર-19 નોક આઉટ ટુર્નામેન્ટનો આરંભ

રાજકોટ તા.31
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન ઇન્ટર ડીસ્ટ્રીકટ અન્ડર-19 ટુર્નામેન્ટ 2018-19 નોક આઉટ ત્રિદિવસીય મેચ રમાઇ રહી છે.
જેમાં મેચ-1 માં કચ્છ ડીસ્ટ્રીકટ અને જુનાગઢ રુરલ વચ્ચે રમાઇ હતી જેમાં કચ્છ ડીસ્ટ્રીકટે 80 ઓવરમાં 9 વિકેટ ગુમાવી ર3ર રન કરેલા, જયારે જુનાગઢ રુરલે દિવસ પૂરછ થવા સુધીમાં 4 ઓવરમાં કંઇપણ ગુમાવ્યા વગર 3 રન કરેલા. મેચ-ર રાજકોટ ડીસ્ટ્રીકટ અને કચ્છ રુરલ વચ્ચે રમાઇ હતી. કચ્છ રુરલે ટોસ જીતી બેટીંગ પસંદ કરેલું પ્રથમ ઇનીંગમાં 80 ઓવર 8 વિકેટ ગુમાવી ર33 રન કરેલા.
મેચ-3 રાજકોટ રુરલ અને સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ વચ્ચે રમાઇ હતી જેમાં રાજકોટ રુરલે ટોસ જીતી બેટીંગ પસંદ કરેલી. રાજકોટ રુરલ પ્રથમ ઇનીંગમાં 77.3 ઓવરમાં 191 રન રન કરી ઓલ આઉટ થયુ: હતું. જયારે સુરેન્દ્રનગરે પ્રથમ ઇનીંગમાં દિવસ પૂરા થવા સુધીમાં ર વિકેટ ગુમાવી 18 રન કરેલા.
મેચ-4 પોરબંદર ડીસ્ટ્રીકટ અને જુનાગઢ ડીસ્ટ્રીકટ વચ્ચે રમાયેલી જુનાગઢે ટોચ જીતી બેટીંગ કરેલું. પ્રથમ ઇનીંગમાં જુનાગઢ 64.3 ઓવરમાં 105 રન કરીને ઓલ આઉટ થઇ ગયું હતું. પોરબંદરે તેની પ્રથમ ઇનીંગમાં દિવસ પૂરો થવા સુધીમાં 23 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 41 રન કર્યા હતા.