બિનમુસ્લિમ મતદાતાઓમાં હિન્દુઓ સૌથી આગળ

પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે આ વખતે ગેરમુસ્લિમ મતદાતાઓમાં હિંદુઓની સંખ્યા વધારે છે જ્યારે લઘુમતી વર્ગની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. વર્ષ 2013ની સામાન્ય ચૂંટણીમાં લઘુમતી વર્ગની સંખ્યા 27 લાખ 70 હજાર હતી જે વધીને 36 લાખ 30 હજાર થઈ છે, જેમાંથી 17 લાખ 70 હજાર હિંદુ મતદાતાઓ છે. લઘુમતી મતદાતાઓમાં સૌથી મોખરે હિંદુ મતદાતાઓ છે. વર્ષ 2013માં હિંદુ મતદાતાઓની સંખ્યા 14 લાખ હતી જ્યારે લઘુમતી મતદાતાઓ 27,70,000 નોંધાયેલા છે, જ્યારે હિંદુ મતદાતાઓ 17,70,000 છે. પાકિસ્તાનમાં સૌથી વધારે હિંદુઓની વસતી સિંધ પ્રાંતમાં છે જ્યાં બે જિલ્લામાં કુલ મતદાતાઓની સખ્યામાં આ વખતે 40 ટકાનો વધારો થયો છે. મુસ્લિમ મતદાતાઓને બાદ કરતાં ઈસાઈ સમુદાય બીજા ક્રમે છે. પાકિસ્તાનમાં આ વખતેની ચૂંટણીમાં 16,40,000 ઈસાઈ મતદાતાઓ છે, જે મતદાન કરશે. પંજાબ પ્રાંતમાં 10 લાખ ઈસાઈ મતદાતા નિવાસ કરે છે, જ્યારે 2 લાખ મતદાતાઓ સિંઘ પ્રાંતમાં નિવાસ કરે છે. હિંદુઓની તુલનામાં ઈસાઈ મતદાતાઓ બીજા ક્રમે છે. શીખ મતદાતાઓ પંજાબ, સિંધ અને ઇસ્લામાબાદમાં રહે છે. વર્ષ 2013માં 1,15,966 શીખ મતદાતાઓ હતા.
આ ઉપરાંત 8,852 શીખ મતદાતા જે મોટાભાગે ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને પંજાબના છે. આ વખતે આ મતદાતાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.