રેલવેમાં ક્ધફર્મ બર્થ થશે કે નહીં? IRCTCની વેબથી જાણો

નવી દિલ્હી તા.29
જો તમે નિયમિત રીતે ટ્રેનથી પ્રવાસ કરતા હો તો નવી સુવિધા તમારા માટે ખાસ કામની છે. જો ટિકિટ બુકિંગ વખતે તમને ક્ધફર્મ બર્થ ન મળી હોય તો આઇઆરસીટીની વેબસાઇટથી તમને જાણકારી મળશે કે ટિકિટ ક્ધફર્મ થશે કે નહીં. આ સિવાય તમે એ પણ જાણી શકશો કે ટિકિટ ક્ધફર્મ થવાની કેટલી સંભાવના છે. આ સુવિધાના કારણે તમને પ્રવાસનું પ્લાનિંગ સરળતાથી કરી શકશો. આરઆરસીટીસી તરફથી સોમવારે મધરાતે આ સર્વિસ શરૂ કરવામાં આવી છે.
આરઆરસીટીસીએ નવી સિસ્ટમને સેન્ટ્રલ ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS)ના આધારે તૈયાર કરી છે. રેલવેના એક ટોચના અધિકારીએ માહિતી આપી છે કે નવા ફિચરથી વેઇટિંગ લિસ્ટ કે આરએસી ટિકિટ ક્ધફર્મ થશે કે નહીં એ વિશે જાણકારી મળી શકશે. આ પ્રકારનું ફિચર રેલવે તરફથી પહેલીવાર તૈયાર કરવામાં આ્વ્યું છે. અધિકારીઓનો દાવો છે કે આ માધ્યમથી આપવામાં આવતી જાણકારી પ્રાઇવેટ એપ સર્વિસ પ્રોવાઇડર દ્વારા આપવામાં આવતી જાણકારી કરતા વધારે સક્ષમ હશે. અધિકારીઓ માહિતી આપી છે કે આ આઇડિયા રેલવે મંત્રી પિયુષ ગોયલ તરફથી મળ્યો છે. આ ફિટર છેલ્લા 13 વર્ષના આંકડા પર કામ કરશે અને એને તૈયાર કરવામાં લગભગ એક વર્ષ જેટલો સમય લાગ્યો છે. આઇઆરસીટીસીની વેબસાઇટ પર આવા અનેક નવા ફિચર જોડવામાં આવ્યા છે.
આ સિવાય આઇઆરસીટીસી તરફથી એક બીજી સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે. સોમવાર રાતથી શરૂ કરાયેલી આ સર્વિસમાં તમારે ટ્રેન કે ટિકિટની ઉપલબ્ધતાની જાણકારી માટે આઇઆરસીટીસીની વેબસાઇટને લોગ ઇન કરવાની જરૂર નહીં પડે.