આવતા મહિને પડછાડો પણ તમારો સાથ છોડી દેશે!

નવીદિલ્હી તા,28
પડછાયો આપણો સાથ કદી પણ છોડતો નથી. પરંતુ આવતે મહિને એક એક ખગોળીય ઘટના બનવાની છે જેમાં પડછાયો આપણો સાથ છોડી દેશે. સામાન્ય રીતે વર્ષમાં બે વાર એવો એક દિવસ આવે છે જ્યારે થોડીક ક્ષણો પડછાયો આપણો સાથ છોડી મૂકે છે.ખગોળશાસ્ત્રમાં આ દિવસને શૂન્ય છાયા દિવસ અથવા ઝીરો શેડ દિવસ કહેવામાં આવે છે. આગામી જૂન અને જુલાઈ મહિનામાં આ અવકાશીય ઘટના બનવાની છે. છત્તીસગઢમાં આ દિવસના વૈજ્ઞાનિક મહત્વ અંગે વિદ્યાર્થીઓને વાકેફ કરવાની તૈયારી ચાલી રહી છે. મિનિમાતા ક્ધયા મહાવિદ્યાલય જિયોગ્રાફી પ્રાધ્યાપક ડો. નમ્રતા શર્માએ કહ્યું કે કર્ક રેખાથી ભૂમધ્ય રેખાની વચ્ચે તથા ભૂમધ્ય રેખાથી મકર રેખાની વચ્ચે આવનાર સ્થળોએ શૂન્ય પડછાયોવાળો દિવસ બનશે.વાસ્વતમાં આ શૂન્ય પડછાયો દિવસની એ ક્ષણ છે દિવસભર નહીં પરંતુ થોડીક ક્ષણો પૂરતી બપોરના 12 વાગ્યાની આસપાસ હોય છે. સૂર્યના કિરણો પૃથ્વી પર જ્યાં સીધા પડે છે ત્યાં બપોરે શૂન્ય પડછાયાવાળો દિવસ બને છે. બરાબર તે રીતે ઉત્તરથી દક્ષિણ બાજુ સૂર્ય પરત આવે તેમ તેમ મધ્યમાં તે અક્ષાંશ પર ફરી વાર પડછાયો અદૃશ્ય બને છે.