13 - જુન સુધી તીસ્તા સેતલવાડની ધરપકડ નહી : હાઇકોર્ટનો હુકમ

અમદાવાદ તા. 28
2002માં થયેલા કોમી તોફાનો વખતે અસરગ્રસ્તોની મદદે આવેલા તીસ્તા સેતલવાડે અસરગ્રસ્તોને મદદ કરવાના બહાને વિદેશથી મંગાવેલા ભંડોળનો ઉપયોગ વ્યકિતગત ઉપયોગ માટે કર્યો હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. જેમાં પોતાની ધકપકડ થઈ શકે તેવી આશંકાના પગલે તીસ્તા સેતલવાડે આગોતરા જામીન અરજી કરી હતી, જેની સુનાવણી નિકળતા હાઈકોર્ટે તા 13 જુન સુધી તીસ્તાની ધરપકડ કરવા સામે ક્રાઈમને રોક લગાવી છે.
2002ના અસગ્રસ્તોના નામે દેશ અને દેશ બહારથી આવેલા ભંડોળમાંથી ખરેખર અસગ્રસ્તોને મદદ કરવાને બદલે ગુજરાતના તોફાનોને દેશ બહાર વેંચી મળેલી મદદનો તીસ્તાએ દુરઉપયોગ કર્યો હોવાનો તેની ઉપર આરોપ છે, આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદમાં તથ્યો માલુમ પડયા હતા, જેમાં તીસ્તાએ પોતાના વ્યકિતગત ઉપયોગમાં માટે બ્યુટી પાર્લર અને દારૂ ખરીદવા માટે પણ આ ભંડોળમાંથી ખર્ચ કર્યો હતો, આ મામલે તીસ્તાની ધરપકડની ક્રાઈમે તૈયારી શરૂ કરતા તે આગોતરા માટે હાઈકોર્ટ આવ્યા હતા પણ હાઈકોર્ટે હાલ પુરતી રાહત આપી 13મી સુધી ધરપકડ નહીં કરવા ગુજરાત સરકારને જણાવ્યુ હતું આ મુદ્દે ગુજરાત સરકારે પણ સંમત્તી દર્શાવી હતી.