લક્ષદિપમાં ટુંક સમયમાં સર્જાશે સુપર સાયકલોન

 અરબી સમુદ્રમાં ગયા અઠવાડીયે ઉદભવેલા હવાના હળવા દબાણે વાવાઝોડાનું સ્વરૂપ લઈ સાગર ચક્રાવાતુ ઉભુ થયુ હતું જે યમન તરફ ફંટાઈ આવતી કાલે વિખેરાઈ જવાનું છે. પરંતુ આગામી ત્રણેક દિવસ પછી લક્ષદિપ ટાપુમાં વાવાઝોડુ ઉત્પન થવાની પ્રબળ સંભાવના છે અને આ વાવાઝોડુ સુપર સાયકલોન બની તબાહી મચાવે તેવું પણ બની શકે તેમ છે જો કે હજી આ વાવાઝોડાનું કોઈ નામ અપાયુ નથી તેમજ તેની દિશા પણ નકકી નથી પરંતુ સામાન્ય રીતે ઓમાન તરફ વાવાઝોડુ ફંટાયા બાદ રીવર્ટ થઈને સૌરાષ્ટ્રમાં પણ ત્રાટકી શકે છે તેવું અનુમાન વેધશાળાના સુત્રોએ દર્શાવ્યું છે જો કે હાલ કાંઈ કહેવું વધુ પડતુ હોવાનું પણ હવામાન વિભાગ જણાવી રહ્યું છે.